Corona Update : તા.18મી મે, 11:30AM સુધીની કોરોનાના પોઝીટીવ કેસ અને રિકવર દર્દીઓની માહિતી

Corona Update

Corona Update : આજે કોરોના વાઇરસ સમગ્ર વિશ્વમાં ફેલાઈ ચુક્યો છે. જેમાં આજે આપણો જૂનાગઢ જિલ્લો પણ બાકાત રહ્યો નથી. જૂનાગઢની સાથે સાથે આજે ગુજરાત અને ભારતમાં પણ કોરોના અતિવેગથી ફેલાઈ ચુક્યો છે. અહીં જૂનાગઢ જિલ્લા સહિત કોરોનાની શુ સ્થિતિ છે તે જણાવવામાં આવ્યું છે. તેના પર એક નજર કરીએ.

Corona Update

જૂનાગઢ જિલ્લાની કોરોના વાઇરસ સંબંધિત માહિતી:-

  • તારીખ: 18મી મે, 2020 (સોમવાર)
  • સમય: સવારે 11:30 વાગ્યા સુધી
  • કુલ પોઝીટીવ કેસ: 9
  • કુલ એક્ટિવ કેસ: 7
  • કુલ રિકવર થયેલા દર્દીઓ: 2

Corona Update

આ દરમિયાન તા.11મી મેના રોજ સવારે સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધા બાદ ભેસાણ ખાતેથી નોંધાયેલા બન્ને કોરોના પોઝીટીવ દર્દીઓની તબિયત સુધરી જતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જે જૂનાગઢ માટે એક સુખદ સમાચાર રહ્યા હતા, પરંતુ ત્યાર બાદ ફરી કોરોનાએ માથું ઊંચક્યું અને તા.16મી મેના રોજ જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના પ્રેમપરા ગામના 15 વર્ષીય યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો. એ જ દિવસે જૂનાગઢના માળીયા ખાતેથી પોલીસ સ્ટેશનમાં લાઇ જવાયેલા 60 વર્ષીય વૃદ્ધનો રિપોર્ટ પણ પોઝીટીવ આવ્યો હતો અને કુલ પોઝીટીવ કેસની સંખ્યા 6 થઈ ચૂકી હતી.

2 દિવસના વિરામ બાદ પ્રેમપરા ગામે જે યુવાન કોરોના સંક્રમિત થયો હતો, તેના માતાપિતા અને મુંબઇથી તેની સાથે સફર કરીને પોતાના વતન આવેલા બરડીયા ગામના એક આધેડ વયના પુરુષનો કોરોના રિપોર્ટ પણ પોઝીટીવ આવ્યો હતો. જેથી હાલ જૂનાગઢ જિલ્લામાં કોરોના વાઇરસના કુલ પોઝીટીવ દર્દીઓની સંખ્યા 9 થઈ ચૂકી છે.સાથોસાથ અહીં ગુજરાત અને ભારતના કોરોના સંબંધિત આંકડાઓ પર નજર કરીએ.

ગુજરાતની કોરોના સબંધિત માહિતી:-

  • તારીખ: 18મી મે, 2020(સોમવાર)
  • સમય: સવારે 11:30 વાગ્યા સુધી
  • કુલ પોઝીટીવ દર્દીઓની સંખ્યા: 11,380
  • કુલ એક્ટિવ કેસ: 6,222
  • કુલ રિકવર થયેલા દર્દીઓ: 4,499
  • કુલ મૃત્યુઆંક: 659

Corona Updateભારતની કોરોના સંબંધિત માહિતી:-

  • તારીખ: 18મી મે, 2020(સોમવાર)
  • સમય: સવારે 11:30 વાગ્યા સુધી
  • કુલ પોઝીટીવ દર્દીઓની સંખ્યા: 96,169
  • કુલ એક્ટિવ કેસ: 56,316
  • કુલ રિકવર થયેલા દર્દીઓ: 36,824
  • કુલ મૃત્યુઆંક: 3,029

Also Read : “દયાબેન”નું પાત્ર નિભાવતા દિશા વાંકાણી પછી આ ત્રણમાંથી કોઈ એક અભિનેત્રી ભજવી શકે છે આ પાત્ર!