કાળરાત્રીમાં નોંધાયા કોરોના નવા 176 કેસ અને 7 મૃત્યુ…આજ સવારે 11:30 વાગ્યા સુધીની સ્થિતિ

કોરોના

ગઈકાલની રાત ગુજરાત માટે કાળરાત્રી કહી શકાય. કારણ કે એક જ રાતમાં કોરોના પોઝીટીવના નવા 176 કેસ નોંધાયા અને સાથે જ 7 કોરોનાગ્રસ્ત દર્દીઓનું દુઃખદ નિધન થયું છે. એક જ રાતમાં જાણે ગુજરાત પર કોરોનાએ હાહાકાર મચાવ્યો હોય તેવું જણાઈ રહ્યું છે. આ સાથે જ અહીં આપેલા ગુજરાત અને ભારતના કોરોનાના બીજા આંકડાઓ વિશે માહિતી મેળવીએ.

કોરોના

ભારતના કોરોના સંબંધિત આંકડાઓ

  • સમય: સવારે 11:30 વાગ્યા સુધી
  • કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 14,378 (જેમાં 11,906 એક્ટિવ-સ્ટેબલ કેસ છે.)
  • કુલ રિકવર-ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા: 1,992
  • કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 480

India records 360 coronavirus cases, seven deaths - Social News XYZ

ગુજરાતમાં ગઈ એક રાતમાં નવા 176 કેસ સામે આવ્યા છે અને જેના કારણે હવે આંકડો 1,200ને વટી ચુક્યો છે. જેથી કહી શકાય કે, બીજા રાજ્યોની માફક ગુજરાત પણ હવે કોરોના પોઝિટિવ આંકડાઓની હોડમાં આગ્રેસર રહેવા માંડ્યું છે, જે ખૂબ જ ચિંતાનો વિષય છે. છેલ્લા થોડાક દિવસથી રાતે અને દિવસે પણ અઢળક કેસોનો ઉમેરો નોંધાઇ રહ્યો છે. જે ખરેખર ચિંતાનો વિષય છે, ત્યારે ચાલો અહીં ગુજરાત રાજ્યના કોરોનાને લગતા આંકડાઓ વિશે જાણીએ.

કોરોના

ગુજરાત રાજ્યના કોરોના ને લગતા આંકડાઓ

  • તારીખ: 18મી એપ્રિલ 2020
  • સમય: સવારે 11:30 વાગ્યા સુધી
  • કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 1,272 (જેમાં 1,136 કેસ એક્ટિવ છે.)
  • કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 88
  • કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 48

કોરોના

કોરોનાથી બચવું એ આપણા હાથમાં જ છે. હજુ પણ ઘણા લોકો પરિસ્થિતિની ગંભીરતાને સમજ્યા વગર બહાર નીકળે છે અને કોરોનાને સંક્રમિત થવામાં મદદ કરે છે. જો આપણે જ નહીં સમજીએ તો આ મહામારીનો સમલો નહિ કરી શકીએ.

Centre sets up task force as 3rd case detected in Kerala | India ...

ગુજરાત અને ભારત બાદ હવે એક નજર કરીએ આપણાં જૂનાગઢ જિલ્લા પર. જ્યાં આજ સુધી કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. મેડિકલ સ્ટાફ દ્વારા હાલ સઘન ચેકીંગ ચાલુ કરવામાં આવ્યું છે, પરંતુ હજી સુધી કોઈ પોઝીટીવ કેસ સામે આવ્યો નથી. જેના માટે તંત્રને આભારી ગણી શકાય.

Coronavirus

Also Read : Wishes you a wonderful Holi