દેશમાં કોરોનાના કુલ પોઝીટીવ કેસનો આંક 10 લાખને પાર! સાથે જાણો ગુજરાત અને જૂનાગઢની સ્થિતિ.

જૂનાગઢ અને ગુજરાત સહિત સમગ્ર દેશમાં હવે કોરોનાના આંકડા બમણી ગતિએ વધી રહ્યા છે. છેલ્લા થોડાક દિવસથી દેશમાં અને ગુજરાતમાં કોરોનાના સતત વિક્રમજનક આંકડાઓ નોંધાઇ રહ્યા છે. જેના પરિણામે છેલ્લા 4 દિવસમાં જ નવા 1 લાખ દર્દીઓ વધી ચુક્યા છે, ત્યારે ચાલો અહીં જૂનાગઢ અને ગુજરાત સહિત સમગ્ર દેશના કોરોનાના આંકડા પર નજર કરીએ.

સૌથી પહેલા અહીં ભારતના કોરોનાના આંકડાઓ વિશે ચર્ચા કરીએ. ભારતમાં છેલ્લા 24 કલાક બાદ કોરોનાના પોઝીટીવ કેસમાં રેકોર્ડબ્રેક 34 હજાર કેસનો વધારો થયો છે. જેના કારણે હાલ દેશના કોરોના પોઝીટીવ કેસનો કુલ આંક 10 લાખને વટી ચુક્યો છે. આ સાથેના કોરોનાના અન્ય આંકડાઓ નીચે મુજબ છે.

ભારતના કોરોનાના આંકડા:

  • તારીખ: 17મી જુલાઈ, 2020(શુક્રવાર)
  • સમય: સવારે 11 વાગ્યા સુધી
  • કુલ પોજીટીવ કેસની સંખ્યા: 10,03,832 (વધુ 34,956 નવા કેસ ઉમેરાયા)
  • રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 6,35,757 (વધુ 22,942 લોકો રિકવર થઈ ગયા)
  • કુલ મૃત્યુઆંક: 25,602 (વધુ 687 લોકોનું દુઃખદ અવસાન થયું)
  • કુલ એક્ટિવ કેસની સંખ્યા: 3,42,473

ભારતના કોરોનાના આંકડા જાણ્યા બાદ હવે ગુજરાતના કોરોનાના આંકડા વિશે જાણીએ. ગુજરાતમાં છેલ્લા 24 કલાક બાદ વધુ 919 પોઝીટીવ કેસ નોંધાયા છે. જેના કારણે કુલ પોઝીટીવ કેસની સંખ્યા 45 હજારને પાર થઈ ચૂકી છે. આ સાથેના રાજ્યના કોરોનાના આંકડાની તમામ વિગત નીચે મુજબ છે.

ગુજરાત રાજ્યના કોરોનાને લગતા આંકડાઓ:

  • તારીખ: 15મી જુલાઈ 2020(બુધવાર)
  • સમય: સાંજે 5:00 વાગ્યા સુધી
  • કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 45,567 (નવા 919 કેસ નોંધાયા)
  • કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 32,174 (વધુ 828 લોકોએ કોરોનાને મ્હાત આપી.)
  • કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 2,091 (વધુ 10 લોકોના મૃત્યુ થયા.)
  • કુલ એક્ટિવ દર્દીઓની સંખ્યા: 11,302

હવે જૂનાગઢ જિલ્લાના કોરોનાના આંકડા જાણીએ. ગઈકાલના દિવસે જૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા 40 કેસ નોંધાયા છે. તેમાંથી જૂનાગઢ શહેરના 12 કેસ છે અને બાકીના કેસ અન્ય તાલુકાઓમાંથી નોંધાયા છે. નવા આવેલા તમામ કેસની વિસ્તાર સહિતની તમામ માહિતી દર્શાવેલ Image મુજબ છે.

આ સાથે જ કાલના દિવસે વધુ 62 લોકો રિકવર થયા છે. જે ખૂબ સારા સમાચાર છે. હાલ નવા નોંધાયેલા કેસ સાથે જૂનાગઢમાં કોરોનાની સ્થિતિ નીચે મુજબ છે.

જૂનાગઢ જિલ્લાની કોરોના વાઇરસ સંબંધિત માહિતી:

●તારીખ: 16મી જુલાઈ, 2020 (ગુરુવાર)
●સમય: 8:00 PM
●કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 455
●કુલ એક્ટિવ કેસની સંખ્યા: 131
●સાજા થયેલા દર્દીઓની સંખ્યા: 314
●મૃત્યુઆંક: 10

આ સાથે જ અહીં જણાવવાનું કે, જૂનાગઢ જિલ્લામાં અન્ય રાજ્ય અને જિલ્લામાંથી કોરોનાની સારવાર લાઇ રહેલા દર્દીઓની સંખ્યા 44 છે, જેથી જૂનાગઢ જિલ્લામાં સારવાર લાઇ રહેલા લોકોની કુલ સંખ્યા 499 ગણવામાં આવે છે.