જૂનાગઢ માં 24 કલાકમાં ફરી 2 પોઝીટીવ કેસ ઉમેરાયા! તા.16મી મે, 8:30PM સુધીની બીજા જિલ્લાઓની સ્થિતિ જાણીએ

જૂનાગઢ

રાજ્યના ગ્રીન ઝોનમાં આવતા જિલ્લાઓમાં સામેલ એવા આપણાં જૂનાગઢ જિલ્લામાં ગત 24 કલાકમાં વધુ 2 કોરોના પોઝીટીવ કેસ ઉમેરાયા છે. સાથે જ આજે ગુજરાતમાં પણ કોરોનાનો આંક 10,000ને પાર થઈ ચૂક્યો છે. અહીં જૂનાગઢ સહિત ગુજરાત અને દેશમાં કોરોનાની શુ સ્થિતિ છે તે જાણીએ.

Rajasthan: Italian couple who got anti-HIV drugs test COVID ...

ભારતના કોરોના સંબંધિત આંકડાઓ:-

  • તારીખ: 16મી મે, 2020
  • સમય: સાંજે 8:30 વાગ્યા સુધી
  • કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 85,940 (નવા 3,970 કેસ ઉમેરાયા)
  • કુલ એક્ટિવ કેસની સંખ્યા: 53,035 (નવા 1,634 એક્ટિવ કેસ થયા)
  • કુલ રિકવર-ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા: 30,153 (વધુ 2,233 દર્દીઓ રિકવર થયા.)
  • કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 2,752 (વધુ 103 દર્દીઓનું મૃત્યુ થયું.)

Coronavirus scare: Rajasthan bans gathering of over 50 people in ...

ભારત બાદ હવે ગુજરાત પર એક નજર કરીએ. આજરોજ તા.16મી મે, 2020 સાંજે 8:30 વાગ્યા સુધીમાં ફરી 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 300થી વધુ નવા કેસ નોંધાયા છે, જેની સાથે આજે કોરોના વાઇરસનો આંકડો 10,000ને વટી ચૂક્યો છે. અહીં ગુજરાતમાં કોરોનાની શુ સ્થિતિ છે? તેનું એક માળખું આપેલું છે, જેના દ્વારા રાજ્યના જિલ્લાઓમાં કોરોનાની શુ સ્થિતી છે તે તપાસીએ.

ગુજરાત રાજ્યના કોરોનાને લગતા આંકડાઓ:-

  • તારીખ: 16મી મે, 2020
  • સમય: સાંજે 8:30 વાગ્યા સુધી
  • કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 10,989 (નવા 348 કેસ નોંધાયા)
  • કુલ એક્ટિવ દર્દીઓની સંખ્યા: 6,056 (46 વેન્ટિલેટર પર છે.)
  • કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 4,308 (વધુ 273 લોકોએ કોરોનાને મ્હાત આપી.)
  • કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 625 (વધુ 19 લોકોના મૃત્યુ થયા.)

ભારત અને ગુજરાત બાદ હવે વાત કરીએ આપણાં જૂનાગઢ જિલ્લાની. જૂનાગઢમાં કોરોના વાઇરસના આજ તા.16મી મેના રોજ વધુ 2 દર્દીઓ ઉમેરાતા અત્યાર સુધીમાં કુલ 6 પોઝીટીવ કેસ નોંધાયા છે અને તેમાંથી 2 દર્દીઓને રિકવરી મળતા ઘરે પરત પણ મોકલી દેવામાં આવ્યા છે. હાલ જૂનાગઢમાં કુલ 4 એક્ટિવ કેસ છે અને આ તમામ દર્દીઓની સ્થિતિ કાબુમાં છે.

જૂનાગઢ

જૂનાગઢ રાજ્યના કોરોના સંબંધિત આંકડાઓ:-

  • તા.16મી મે, 2020
  • સમય: 8:30 PM
  • કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 6
  • કુલ એક્ટિવ કેસની સંખ્યા: 4
  • સાજા થયેલા દર્દીઓની સંખ્યા: 2
  • મૃત્યુઆંક: 0

Also Read : Wedding Special  TIPS for Parlour, Saloon and Beauticians By Dr Piyush Borkhatariya