ગુજરાત સહિત સમગ્ર ભારતમાં કોરોના અતિવેગથી ફેલાઈ રહ્યો છે. રાજ્યભરમાં હોટસ્પોટ સહિત વિવિધ ક્ષેત્રોમાં ટેસ્ટિંગ હાથ ધરવામાં આવ્યા છે. જેના કારણે આ લડાઈમાં સફળતા મળવાની તકો વધી ચુકી છે. આ સાથે જ અહીં ગુજરાત અને ભારતના કોરોના સંબંધિત આંકડાઓ દર્શાવવામાં આવ્યા છે. જેના પર એક નજર કરીએ.
ભારતના કોરોના સંબંધિત આંકડાઓ
- તારીખ: 16મી એપ્રિલ 2020
- સમય: સવારે 11:30 વાગ્યા સુધી
- કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 12,380 (જેમાં 10,477 એક્ટિવ-સ્ટેબલ કેસ છે.)
- કુલ રિકવર-ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા: 1,488
- કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 414
ગુજરાતની વાત કરીએ તો જણાય કે એક જ દિવસમાં ફરી નવ 105 કેસ સામે આવ્યા છે. જેથી કહી શકાય કે, બીજા રાજ્યોની માફક ગુજરાત પણ હવે કોરોના પોઝિટિવ આંકડાઓની હોડમાં આગ્રેસર રહેવા માંડ્યું છે, જે ખૂબ જ ચિંતાનો વિષય છે. છેલ્લા થોડાક દિવસથી રાતે અને દિવસે પણ અઢળક કેસોનો ઉમેરો નોંધાઇ રહ્યો છે. ચાલો અહીં ગુજરાત રાજ્યના કોરોનાને લગતા આંકડાઓ વિશે જાણીએ.
ગુજરાત રાજ્યના કોરોનાને લગતા આંકડાઓ
- તારીખ: 16મી એપ્રિલ 2020
- સમય: સવારે 11:30 વાગ્યા સુધી
- કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 871 (જેમાં 771 કેસ એક્ટિવ છે.)
- વેન્ટિલેટર પર રાખવામાં આવેલ દર્દીની સંખ્યા: 5
- કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 64
- કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 36
ક્લસ્ટર કવોરંટાઇન અને સતત થતા ટેસ્ટિંગના કારણે નવા કેસો સામે આવી રહ્યા છે. આ કેસના આંકડા જોતા ખરેખર એક ચિંતાની રેખા સામે આવી જાય છે. જો હજી પણ લોકોએ સરકારશ્રીને અને તંત્રને સહકાર ન આપ્યો તો આ મહામારી ક્યારે અટકશે તે જાણવું ખરેખર અઘરું થઈ જશે.
ભારત અને ગુજરાત બાદ જૂનાગઢ જિલ્લા પર એક નજર નાખીએ. જ્યાં હજી સુધી કોઈ કોરોના પોઝીટીવ કેસ નોંધાયો નથી. જૂનાગઢમાં મેડિકલ સ્ટાફની એક ટિમ બનાવીને ટેસ્ટિંગ પણ ચાલુ કરવામાં આવ્યું છે. જિલ્લા તંત્ર દ્વારા કડક પગલાંઓ લઈને લોકોને ઘરમાં રહેવાની સૂચનાઓ આપવામાં આવી રહી છે. આવા સમયે આપણી પણ નૈતિક ફરજ બને છે કે સરકારશ્રીના આદેશોનું પાલન કરીએ અને તંત્રને સહકારરુપ બનીએ.
Also Read : A fast walk competition was organised by Senior Citizen Mandal