ભારતમાં કોરોના વાઇરસના દર્દીઓનો આંકડો છેલ્લા થોડાક દિવસોથી સરેરાશ 3,000થી વધુ જ નોંધાઇ રહ્યો છે, જેના કારણે હાલ દેશમાં કોરીના વાઇરસના દર્દીઓની સંખ્યા 80,000 થવાની નજીક પહોંચી ગઈ છે. સાથે જ ગુજરાતમાં પણ કોરોના પોઝીટીવનો આંકડો 10,000ને આંબવાની નજીક છે, પરંતુ આ બધાની વચ્ચે આશાના કિરણ સમાન રિકવર થયેલા દર્દીઓ જીતને વધુને વધુ મજબૂતી આપે છે. અહીં ગુજરાત અને ભારતના કોરોના સંબંધિત આંકડાઓ વિશે ચર્ચા કરીએ.
ભારતના કોરોના સંબંધિત આંકડાઓ:-
- તારીખ: 14મી મે, 2020
- સમય: સાંજે 8:30 વાગ્યા સુધી
- કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 78,003 (નવા 3,722 કેસ ઉમેરાયા)
- કુલ એક્ટિવ કેસની સંખ્યા: 49,219 (નવા 1,739 એક્ટિવ કેસ થયા)
- કુલ રિકવર-ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા: 26,235 (વધુ 1,849 દર્દીઓ રિકવર થયા.)
- કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 2,549 (વધુ 134 દર્દીઓનું મૃત્યુ થયું.)
ભારત બાદ હવે ગુજરાત પર એક નજર કરીએ. આજરોજ તા.14મી મે, 2020 સાંજે 8:30 વાગ્યા સુધીમાં 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 300થી વધુ નવા કેસ નોંધાયા છે, જેની સાથે આજે કોરોના વાઇરસનો આંકડો 9,500ને પાર થઈ ચૂક્યો છે. અહીં ગુજરાતમાં કોરોનાની શુ સ્થિતિ છે? તેનું એક માળખું આપેલું છે, જેના દ્વારા રાજ્યના જિલ્લાઓમાં કોરોનાની શુ સ્થિતી છે તે તપાસીએ.
ગુજરાત રાજ્યના કોરોનાને લગતા આંકડાઓ:-
- તારીખ: 14મી મે, 2020
- સમય: સાંજે 8:30 વાગ્યા સુધી
- કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 9,592 (નવા 324 કેસ નોંધાયા)
- કુલ એક્ટિવ દર્દીઓની સંખ્યા: 5,253 (43 વેન્ટિલેટર પર છે.)
- કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 3,753 (વધુ 191 લોકોએ કોરોનાને મ્હાત આપી.)
- કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 586 (વધુ 20 લોકોના મૃત્યુ થયા.)
ભારત અને ગુજરાત બાદ હવે વાત કરીએ આપણાં જૂનાગઢ જિલ્લાની. જૂનાગઢમાં કોરોના વાઇરસના અત્યાર સુધીમાં કુલ 4 પોઝીટીવ કેસ નોંધાયા છે અને તેમાંથી 2 દર્દીઓને રિકવરી મળતા ઘરે પરત પણ મોકલી દેવામાં આવ્યા છે. હાલ જૂનાગઢમાં રિકવરી રેટ 50% છે અને માત્ર 2 જ યુવાનોના એક્ટિવ કેસ છે. તેમજ આ બંને દર્દીઓની સ્થિતિ પણ કાબુમાં છે.
જૂનાગઢ રાજ્યના કોરોના સંબંધિત આંકડાઓ:-
- તા.14મી મે, 2020
- સમય: 8:30 PM
- કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 4
- કુલ એક્ટિવ કેસની સંખ્યા: 2
- સાજા થયેલા દર્દીઓની સંખ્યા: 2
- મૃત્યુઆંક: 0
Also Read : Chittaranjan Desai’s Photography Workshop & Photowalk