ફરી 10 કલાકમાં 33 કેસ સાથે ગુજરાતમાં કોરોના ઉંચકાયો…આજરોજ સાંજે 8:30 વાગ્યા સુધીની સ્થિતિ

કોરોના

ફરી એક જ દિવસમાં, માત્ર 10 કલાકમાં કોરોના ના નવા 33 કેસ સામે આવ્યા છે. છેલ્લા થોડાક કલાકોમાં નોંધાયેલા કેસના આંકડાઓમાં ઉત્તર ચઢાવ જોવા મળી રહ્યો છે. હાલ ગુજરાત અને ભારતના કોરોના સંબંધિત આંકડાઓ પર એક નજર નાખીએ.

કોરોનાભારતના કોરોના સંબંધિત આંકડાઓ

  • તારીખ: 14મી એપ્રિલ 2020
  • સમય: સાંજે 8:30 વાગ્યા સુધી
  • કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 10,850 (જેમાં 9,272 એક્ટિવ-સ્ટેબલ કેસ છે.)
  • કુલ રિકવર-ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા: 1,189
  • કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 353

કોરોનાહાલ જે રીતે કોરોનાનો વેગ ગુજરાતમાં વધી રહ્યો છે, તેના કારણે ગુજરાત ભારતમાં ચોથા ક્રમાંકે આવી ગયું છે. તેમજ દર્દીઓના મૃત્યુઆંકમાં પણ ગુજરાત ત્રીજા ક્રમે પહોંચી ગયું છે. અતીવેગથી વધી રહેલા કોરોનાના આંકડાઓ ચિંતાજનક છે. જો કે ગુજરાત સરકાર કોરોના વાયરસની લડાઈમાં ટક્કર આપવામાં કાર્યશીલ છે, ત્યારે ચાલો અહીં ગુજરાત રાજ્યના કોરોનાને લગતા આંકડાઓ વિશે જાણીએ.
Coronavirus: Chloroquine the potential treatment? Indian pharma ...

ગુજરાત રાજ્યના કોરોનાને લગતા આંકડાઓ

  • તારીખ: 14મી એપ્રિલ 2020
  • સમય: સાંજે 8:30 વાગ્યા સુધી
  • કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 650 (જેમાં 555 કેસ એક્ટિવ છે.)
  • વેન્ટિલેટર પર રાખવામાં આવેલ દર્દીની સંખ્યા: 8
  • વિદેશ પ્રવાસથી અસરગ્રસ્ત થયેલા: 33
  • આંતર રાજ્ય પ્રવાસથી અસરગ્રસ્ત થયેલા દર્દીઓ: 32
  • લોકલ ટ્રેનજીશનથી અસરગ્રસ્ત થયેલા દર્દીઓ: 552
  • કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 59
  • કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 28

ગુજરાતમાં ફરી 10 કલાકમાં નવા 33 કેસનો ઉમેરો થયો છે. રાજ્ય સરકારના કડક પગલાંઓના કારણે મૃત્યુદરમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે અને સામે રિકવરીની ટકાવારી વધી રહી છે. આજે ફરી 2 લોકોના મૃત્યુ થાય તો સામે 4 લોકોએ કોરોનાનો મહંત આપી છે. આમ, તંત્ર દ્વારા કોરોના સામે સખત લડાઈ લડવામાં આવી રહી છે. કોરોનાભારત અને ગુજરાત બાદ જૂનાગઢ જિલ્લા પર એક નજર નાખીએ. જ્યાં હજી સુધી કોઈ કોરોના પોઝીટીવ કેસ નોંધાયો નથી. જૂનાગઢમાં મેડિકલ સ્ટાફની એક ટિમ બનાવીને ટેસ્ટિંગ પણ ચાલુ કરવામાં આવ્યું છે. જિલ્લા તંત્ર દ્વારા કડક પગલાંઓ લઈને લોકોને ઘરમાં રહેવાની સૂચનાઓ આપવામાં આવી રહી છે. આવા સમયે આપણી પણ નૈતિક ફરજ બને છે કે સરકારશ્રીના આદેશોનું પાલન કરીએ અને તંત્રને સહકારરુપ બનીએ.

Also Read : પાન-માવાથી વિશ્વમાં સૌથી વધુ મોઢાના કેન્સર નું ભોગ બને છે સૌરાષ્ટ્ર