પાન-માવાથી વિશ્વમાં સૌથી વધુ મોઢાના કેન્સર નું ભોગ બને છે સૌરાષ્ટ્ર

“પાન-માવાથી વિશ્વમાં સૌથી વધુ મોઢાના કેન્સર નું ભોગ બને છે સૌરાષ્ટ્ર”

ઇંગ્લેન્ડના તબીબ અને જૂનાગઢના વતની ડો.રમેશ શાહે જણાવ્યું હતું કે, પાન-માવા, બીડી-સિગારેટ જેવા વ્યસનોથી જીભ મોઢા સાથે સંલગ્ન જડબા અને મોઢાના કેન્સર થઇ રહ્યા છે. જેનું પ્રમાણ સૌરાષ્ટ્રમાં વધુ જોવા મળે છે.આ પ્રકારના કેન્સરનું 80 ટકા જેટલું ઉંચુ પ્રમાણ જોવાય છે. જે દેશમાં પણ સૌથી વધુ છે. રાજકોટના જાણિતા કેન્સર સ્પેશિયાલીસ્ટ ડો.નીતિન ટોળિયાના જણાવ્યા પ્રમાણે સૌરાષ્ટ્રની વાત કરીએ તો વર્ષે 6 હજાર કેન્સરના દર્દીઓ સારવાર લે છે. જેમાં 30 ટકા મોઢાના કેન્સરનું પ્રમાણ છે. જેમાં મહિલાઓનો પણ સમાવેશ થાય છે. તમાકુંની જુદી જુદી બનાવટોમાં 4000 જેટલા નુકસાનકારક રસાયણ હોય છે જેમાંથી 50 રસાયણોથી કેન્સર થઈ શકે છે. તમાકુંથી ફક્ત કેન્સર જ નહિ પરંતુ બ્લડપ્રેશરની બિમારી, હ્રદયરોગ, પેરાલીસિસ એટલે કે લકવો, લોહીની નળીઓ બંધ થવાથી થતું ગેંગ્રિન, પુરૂષોમાં નપુંસકતા, સ્ત્રીઓમાં વ્યંધત્વ, ગર્ભમાં રહેલ બાળકનો ઓછો વિકાસ, નબળું પાચનતંત્ર, અંધાપો આવવો, યાદશક્તિ જવી વગેરે તકલીફો પણ થઈ શકે છે.

Also Read : ફરી 10 કલાકમાં 33 કેસ સાથે ગુજરાતમાં કોરોના ઉંચકાયો…આજરોજ સાંજે 8:30 વાગ્યા સુધીની સ્થિતિ