નવા 45 કેસ સાથે ગુજરાતમાં કોરોના પહોંચ્યો આટલે… આજરોજ સવારે 11:30 વાગ્યા સુધીની સ્થિતિ

કોરોના

એક જ રાતમાં ફરી કોરોનાના નવા 45 કેસ સામે આવ્યા છે. છેલ્લા થોડાક કલાકોમાં નોંધાયેલા કેસની સાપેક્ષમાં આજના કેસ થોડા ચિંતાજનક ગણી શકાય. હાલ ગુજરાત અને ભારતના કોરોના સંબંધિત આંકડાઓ પર એક નજર નાખીએ.

ભારતના કોરોના સંબંધિત આંકડાઓ

  • તારીખ: 14મી એપ્રિલ 2020
  • સમય: સવારે 11:30 વાગ્યા સુધી
  • કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 10,363 (જેમાં 8,988 એક્ટિવ-સ્ટેબલ કેસ છે.)
  • કુલ રિકવર-ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા: 1,035
  • કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 339

ગુજરાતમાં કોરોના પોઝીટીવ દર્દીઓનો આંકડો હવે 500ની પાર થઈ ગયો છે. અતીવેગથી વધી રહેલા કોરોનાના આંકડાઓ ચિંતાજનક છે. જો કે ગુજરાત સરકાર કોરોના વાયરસની લડાઈમાં ટક્કર આપવામાં કાર્યશીલ છે, ત્યારે ચાલો અહીં ગુજરાત રાજ્યના કોરોનાને લગતા આંકડાઓ વિશે જાણીએ.

kashmir news | Coronavirus outbreak: All public places shut in ...

ગુજરાત રાજ્યના કોરોનાને લગતા આંકડાઓ

  • તારીખ: 14મી એપ્રિલ 2020
  • સમય: સવારે 11:30 વાગ્યા સુધી
  • કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 617 (જેમાં 536 કેસ એક્ટિવ છે.) 
  • વિદેશ પ્રવાસથી અસરગ્રસ્ત થયેલા: 33
  • આંતર રાજ્ય પ્રવાસથી અસરગ્રસ્ત થયેલા દર્દીઓ: 32
  • લોકલ ટ્રેનજીશનથી અસરગ્રસ્ત થયેલા દર્દીઓ: 552
  • કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 55
  • કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 26

ગુજરાતમાં ફરી એક રાતમાં નવા 45 કેસનો ઉમેરો થયો છે. રાજ્ય સરકારના કડક પગલાંઓના કારણે મૃત્યુદરમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે અને સામે રિકવરીની ટકાવારી વધી રહી છે. આમ, તંત્ર દ્વારા કોરોના સામે સખત લડાઈ લડવામાં આવી રહી છે.

Coronavirus: UK could ban mass gatherings from next week - BBC News

ભારત અને ગુજરાત બાદ જૂનાગઢ જિલ્લા પર એક નજર નાખીએ. જ્યાં હજી સુધી કોઈ કોરોના પોઝીટીવ કેસ નોંધાયો નથી. જૂનાગઢમાં મેડિકલ સ્ટાફની એક ટિમ બનાવીને ટેસ્ટિંગ પણ ચાલુ કરવામાં આવ્યું છે. જિલ્લા તંત્ર દ્વારા કડક પગલાંઓ લઈને લોકોને ઘરમાં રહેવાની સૂચનાઓ આપવામાં આવી રહી છે. આવા સમયે આપણી પણ નૈતિક ફરજ બને છે કે સરકારશ્રીના આદેશોનું પાલન કરીએ અને તંત્રને સહકારરુપ બનીએ.

How Prepared Is India to Deal With the New Coronavirus' Spread ...

Also Read : A Happy Women’s Day to all the women going strong!