ગુજરાતમાં હવે કોરોના વાઇરસનો ગ્રાફ બમણી ગતિથી આગળ વધી રહ્યો હોય તેવું જણાઈ રહ્યું છે. એક જ રાતમાં ફરી 54 નવા કેસ નોંધાયા છે, જે ખરેખર ચિંતાનો વિષય છે. હાલ ગુજરાત અને ભારતના કોરોના સંબંધિત આંકડાઓ પર એક નજર નાખીએ.

ભારતના કોરોના સંબંધિત આંકડાઓ
- તારીખ: 11મી એપ્રિલ 2020
- સમય: સવારે 11:30 વાગ્યા સુધી
- કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 7,447 (જેમાં 6,565 એક્ટિવ-સ્ટેબલ કેસ છે, 1 દર્દીને સ્થળાંતરિત કરવામાં આવ્યા)
- કુલ રિકવર-ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા: 642 (1 દર્દીને સ્થળાંતરિત કરવામાં આવ્યા)
- કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 239

ગુજરાતમાં કોરોના પોઝીટીવ દર્દીઓનો આંકડો અતીવેગથી વધી રહ્યો છે. ફરી એક વખત મોટી સંખ્યામાં પોઝિટિવ કેસ સામે આવ્યા છે. એક જ રાતમાં 54 નવા પોઝીટીવ કેસ સામે આવ્યા છે. જો કે ગુજરાત સરકાર કોરોના વાયરસની લડાઈમાં ટક્કર આપવા માટે સક્ષમ પગલાંઓ લઇ રહી છે, પરંતુ લોકોનો સહકાર હજી પણ ક્યાંક ખૂટતો હોય તેવું લાગે છે, ત્યારે ચાલો અહીં ગુજરાત રાજ્યના કોરોનાને લગતા આંકડાઓ વિશે જાણીએ.

ગુજરાત રાજ્યના કોરોનાને લગતા આંકડાઓ
- સમય: સવારે 11:30 વાગ્યા સુધી
- કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 432 (જેમાં 379 કેસ એક્ટિવ છે.)
- વેન્ટિલેટર પર રાખવામાં આવેલ દર્દીઓની સંખ્યા: 3
- કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 34
- કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 19
રાજ્યમાં ફરી વખત માત્ર એક જ રાતમાં કોરોનાના દર્દીઓમાં 54 કેસનો વધારો થયો છે, જે ખરેખર ચિંતાનો વિષય છે. કોરોનાની લડાઈમાં રાજ્ય સરકાર સતત કાર્યશીલ રહે છે, સાથે જ મૃત્યુદરમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે અને સામે રિકવરીની ટકાવારી વધી રહી છે. આમ, તંત્ર દ્વારા કોરોના સામે સખત લડાઈ લડવામાં આવી રહી છે.
ભારત અને ગુજરાત બાદ એક નજર નાખીએ જૂનાગઢ જિલ્લા પર કે જ્યાં હજી સુધી કોઈ કોરોના પોઝીટીવ કેસ નોંધાયો નથી. જિલ્લા તંત્ર દ્વારા કડક પગલાંઓ લઈને લોકોને ઘરમાં રહેવાની સૂચનાઓ આપવામાં આવી રહી છે. આવા સમયે આપણી પણ નૈતિક ફરજ બને છે કે સરકારશ્રીના આદેશોનું પાલન કરીએ અને તંત્રને સહકારરુપ બનીએ.

Also Read : નવીજ બનેલી સિવિલ હોસ્પિટલની લોકો દ્વારા કરાયેલ આ સ્થિતિ જોઈને વિચાર આવે છે….


























