કોરોના : કેન્દ્ર સરકારની નવી ગાઈડલાઈનને અનુસરીને આજે રાજ્યભરમાંથી અત્યાર સુધીના સૌથી વધુ 454 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં વધુ 398 કેસ નોંધાયા છે. અહીં રાજ્ય અને દેશના કોરોના સંબંધિત આંકડાઓ દર્શાવવામાં આવ્યા છે. જેની નોંધ લઈએ.
ભારતના કોરોના સંબંધિત આંકડાઓ:-
- તારીખ: 10મી મે, 2020
- સમય: સાંજે 8:30 વાગ્યા સુધી
- કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 62,939 (નવા 3,277 કેસ ઉમેરાયા)
- કુલ એક્ટિવ કેસની સંખ્યા: 41,472 (નવા 1,638 એક્ટિવ કેસ થયા)
- કુલ રિકવર-ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા: 19,358 (વધુ 1,511 દર્દીઓ રિકવર થયા.)
- કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 2,109 (વધુ 128 દર્દીઓનું મૃત્યુ થયું.)
ભારત બાદ હવે ગુજરાત પર એક નજર કરીએ. આજરોજ તા.10મી મે, 2020 સાંજે 8:30 વાગ્યા સુધીમાં રાજ્યમાં 390થી વધુ નવા કેસ નોંધાયા છે, જેની સાથે આજે કોરોના વાઇરસનો આંકડો 7,700ને પાર થઈ ચૂક્યો છે. જો કે આજના દિવસે સારી વાત એ છે કે, આજે રેકોર્ડબ્રેક 454 કોરોના સંક્રમિત દર્દીઓ સાજા થઈને પોતાના ગંતવ્ય સ્થાને પાછા ફર્યા હતા. અહીં ગુજરાતમાં કોરોનાની શુ સ્થિતિ છે તેનું એક માળખું આપેલું છે, જેના દ્વારા રાજ્યના જિલ્લાઓમાં કોરોનાની શુ સ્થિતી છે તે તપાસીએ.
ગુજરાત રાજ્યના કોરોનાને લગતા આંકડાઓ:-
- તારીખ: 10મી મે, 2020
- સમય: સાંજે 8:30 વાગ્યા સુધી
- કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 8,195 (નવા 398 કેસ નોંધાયા)
- કુલ એક્ટિવ દર્દીઓની સંખ્યા: 5,157
- કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 2,545 (વધુ 454 લોકોએ કોરોનાને મ્હાત આપી.)
- કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 493
જૂનાગઢ રાજ્યના કોરોના સંબંધિત આંકડાઓ:-
- તા.10મી મે, 2020
- સમય: 8:30 PM
- કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 2
- કુલ એક્ટિવ કેસની સંખ્યા: 2
- સાજા થયેલા દર્દીઓની સંખ્યા: 0
- મૃત્યુઆંક: 0
Also Read : App Of The Week – Gratitude Journal