સ્વાસ્થ્ય વિભાગ દ્વારા ક્લસ્ટર કવોરંટાઇન અને ચેકીંગ હાથ ધરાતા પોઝિટિવ કેસના ઉપયોગી અને મહત્વના આંકડાઓ બહાર આવી રહ્યાં છે. ગુજરાતમાં કોરોના પોઝીટીવ કેસનો આંકડો અત્યારે 350થી ઉપરનો થઈ ચૂક્યો છે. ગઈકાલે એક જ રાતમાં નવા 46 કેસ નોંધાયા બાદ આજે પણ રાજ્યમાં નવા 70 કેસ નોંધાયા છે. જે ખરેખર ચિંતાનો વિષય છે. હાલ ગુજરાત અને ભારતના કોરોના સંબંધિત આંકડાઓ પર એક નજર નાખીએ.
ભારતના કોરોના સંબંધિત આંકડાઓ
- તારીખ: 10મી એપ્રિલ 2020
- સમય: સાંજે 8:30 વાગ્યા સુધી
- કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 6,761 (જેમાં 6039 એક્ટિવ-સ્ટેબલ કેસ છે.)
- કુલ રિકવર-ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા: 515
- કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 206
ભારતની સાથોસાથ ગુજરાતમાં પણ કોરોના પોઝીટીવ દર્દીઓનો આંકડો અતીવેગથી વધી રહ્યો છે. ફરી એક વખત મોટી સંખ્યામાં પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આજના દિવસમાં 70 નવા પોઝીટીવ કેસ સામે આવ્યા છે. જો કે ગુજરાત સરકાર કોરોના વાયરસની લડાઈમાં ટક્કર આપવા માટે સક્ષમ પગલાંઓ લઇ રહી છે, પરંતુ લોકોનો સહકાર હજી પણ ક્યાંક ખૂટતો હોય તેવું લાગે છે, ત્યારે ચાલો અહીં ગુજરાત રાજ્યના કોરોનાને લગતા આંકડાઓ વિશે જાણીએ.
ગુજરાત રાજ્યના કોરોનાને લગતા આંકડાઓ
- તારીખ: 10મી એપ્રિલ 2020
- સમય: સાંજે 08:30 વાગ્યા સુધી
- કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 378 (જેમાં 326 કેસ એક્ટિવ છે.)
- સ્ટેબલ કેસની સંખ્યા: 323
- વેન્ટિલેટર પર રાખવામાં આવેલ દર્દીઓની સંખ્યા: 3
- કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 33
- કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 19
રાજ્યમાં માત્ર એક જ દિવસમાં કોરોનાના દર્દીઓમાં 70 કેસનો વધારો થવો એ ખરેખર ચિંતાનો વિષય છે. કોરોનાની લડાઈમાં રાજ્ય સરકાર સતત કાર્યશીલ રહે છે, ભારતમાં થયેલા કુલ ટેસ્ટિંગના 10% ટેસ્ટિંગ માત્ર ગુજરાતમાં જ કરવામાં આવ્યા છે. આ સાથે જ કવોરંટાઇનને પણ ગંભીરતાથઈ લેવામાં આવે છે.
ભારત અને ગુજરાત બાદ એક નજર નાખીએ જૂનાગઢ જિલ્લા પર કે જ્યાં હજી સુધી કોઈ કોરોના પોઝીટીવ કેસ નોંધાયો નથી. જિલ્લા તંત્ર દ્વારા કડક પગલાંઓ લઈને લોકોને ઘરમાં રહેવાની સૂચનાઓ આપવામાં આવી રહી છે. આવા સમયે આપણી પણ નૈતિક ફરજ બને છે કે સરકારશ્રીના આદેશોનું પાલન કરીએ અને તંત્રને સહકારરુપ બનીએ.
Also Read : જૂનાગઢે કરાટે ચેમ્પિયનશીપ માં 4 ગોલ્ડ, 5 સિલ્વર તેમજ 16 બ્રોન્ઝ મેડલ મેળવી રાજ્યકક્ષાએ નામ રોશન કર્યું છે…