જૂનાગઢે કરાટે ચેમ્પિયનશીપ માં 4 ગોલ્ડ, 5 સિલ્વર તેમજ 16 બ્રોન્ઝ મેડલ મેળવી રાજ્યકક્ષાએ નામ રોશન કર્યું છે…

કરાટે ચેમ્પિયનશીપ

અંબાજી ખાતે 8 મી ઓલ ઇન્ડિયા વાડોકાય કરાટે ચેમ્પિયનશીપ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 250 કરતાં વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ ચેમ્પિયશીપનું સેન્સેય પ્રવિણ.આર.ચૌહાણ ગુજરાત ચીફ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. આ ચેમ્પિયનશીપમાં જૂનાગઢનાં વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો હતો. જેમાં જૂનાગઢે 4 ગોલ્ડ, 5 સિલ્વર તેમજ 16 બ્રોન્ઝ મેડલ મેળવી રાજ્યકક્ષાએ નામ રોશન કર્યું છે. આ તકે કોચ મયુરકુમાર ચૌહાણે જણાવ્યુ હતું કે વિજેતા બાળકો આગામી સમયમાં અરૂણાચલ પ્રદેશ ખાતે નેશનલ કરાટે ચેમ્પિનશીપમાં ભાગ લેવા જશે. આ તમામ વિજેતા સ્પર્ધકોને મેયર આદ્યશક્તિ મજમુદાર, ધારાસભ્ય ભિખાભાઇ જોષી, અસરફભાઇ થેઇમ, સુરેશભાઇ ટીમાણીયા તેમજ એકસેલેન્ટ એકેડમી દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

Also Read : કૂદકે ‘ને ભૂસકે વધી રહ્યો છે કોરોનાનો ગ્રાફ. રાજ્યમાં તા.10મી એપ્રિલ સાંજે 8.30 સુધીની કોરોના સંબંધિત માહિતી