ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના પોઝીટીવ કેસમાં 470 દર્દીઓનો વધારો નોંધાયો છે, જો કે રાજ્યમાં અને દેશમાં કોરોનાથી સાજા થતા લોકોની સંખ્યા પણ નિર્ણયાત્મક છે, ત્યારે ચાલો જાણીએ આજના ગુજરાત અને ભારતના કોરોનાના આંકડા વિશે…
ભારતમાં રાજ્યના કોરોના ને લગતા આંકડાઓ:
- તારીખ: 9મી જૂન, 2020(શનિવાર)
- સમય: સવારે 11 વાગ્યા સુધી
- કુલ પોજીટીવ કેસની સંખ્યા: 2,66,598 (વધુ 9,877 નવા કેસ ઉમેરાયા)
- રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 1,29,215 (વધુ 5,120 લોકો રિકવર થઈ ગયા)
- કુલ મૃત્યુઆંક: 7,466 (વધુ 331 લોકોનું દુઃખદ અવસાન થયું)
- કુલ એક્ટિવ કેસની સંખ્યા: 1,29,917 (4,536 કેસનો વધારો થયો)
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 470 કેસ નોંધાયા છે અને વધુ 33 લોકોના દુઃખદ અવસાન થયા છે. આ સાથે જ અહીં ગુજરાતના કોરોના સંબંધિત આંકડાઓ પર નજર કરીએ…
ગુજરાત રાજ્યના કોરોનાને લગતા આંકડાઓ:
- તારીખ: 9મી જૂન, 2020
- સમય: સાંજે 5:00 વાગ્યા સુધી
- કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 21,004 (નવા 470 કેસ નોંધાયા)
- કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 14,373 (વધુ 409 લોકોએ કોરોનાને મ્હાત આપી.)
- કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 1,313 (વધુ 33 લોકોના મૃત્યુ થયા.)
- કુલ એક્ટિવ દર્દીઓની સંખ્યા: 5,318
ગુજરાત અને ભારતમાં કોરોનાની શુ સ્થિતું છે તે જાણ્યા બાદ ચલો હવે આપણા જૂનાગઢ જિલ્લાના કોરોના સંબંધિત આંકડાઓની માહિતી મેળવીએ. જૂનાગઢમાં ગત 24 કલાકમાં ફરી 1 કેસ નોંધાયેલ છે. શહેરના આંબેડકર નગર વિસ્તારના રહેવાસી 45 વર્ષીય મહિલા ટૂંક સમય પહેલા રાજકોટ પ્રવાસ કરીને આવ્યા હતા, તેમનો રિપોર્ટ કરતા તેઓ કોરોના પોઝીટીવ જણાયા છે. આ સાથે જ અત્યાર સુધીમાં જૂનાગઢ જિલ્લામાં કોરોનાની શુ સ્થિતિ છે તે જાણીએ.
જૂનાગઢ જિલ્લાની કોરોના વાઇરસ સંબંધિત માહિતી:
- તારીખ: 9મી જૂન, 2020
- સમય: 5:00 PM
- કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 36
- કુલ એક્ટિવ કેસની સંખ્યા: 7
- સાજા થયેલા દર્દીઓની સંખ્યા: 28
- મૃત્યુઆંક: 1