આજરોજ શહીદ પાર્ક ખાતે ST નિવૃત્ત સમિતિની બેઠક યોજાય હતી

શહીદ પાર્ક

આજરોજ શહીદ પાર્ક ખાતે ST નિવૃત્ત સમિતિની બેઠક યોજાય હતી. જે અંતર્ગત જુનાગઢ/કચ્છ અને ગુજરાતના તમામ બોર્ડ, નિગમો, રજી. કંપનીઓ, પ્રેસ, સહકારી બેંકો, ટ્રસ્ટો તેમજ સંસ્થાઓના નિવૃત્ત થયેલ કર્મચારીઓને 1972-1995 પેન્શન યોજના લાગુ કરવામાં આવી છે તે વિશે રજૂઆત કરવામાં આવી હતી.જે અંતર્ગત પેન્શનરોને હાલમાં ઓછામાં ઓછું રૂ. 200/- થી રૂ. 2000/- સુધીનું પેન્શન નજીવા દરે મળી રહ્યું છે. હાલમાં મળતાં પેન્શનમાં વધારો કરવા સુપ્રિમ કોર્ટના આદેશાનુસાર પેન્શન ચૂકવવાનું થાય છે પરંતુ ઇપીએફઓ. નવી દિલ્હી, તરફથી મળતા પેન્શનમા 1995થી આજદિન સુધીમાં કોઈપણ પ્રકારનો વધારો કરી આપવામાં આવેલ નથી. આ સ્કીમના નિયમાનુસાર દર પાંચ વર્ષે પેન્શન રિવાઇઝ કરવાની જોગવાઈ કરવામાં આવેલ હોવા છતાં તેનો અમલ 16 નવેમ્બર, 1995થી આજદિન સુધી થયો નથી.
શહીદ પાર્કશહીદ પાર્ક

Also Read : ગિરનાર અને ગિરીકંદરાઓ રોક ક્લાઈમ્બિંગ માટે મનાય છે અત્યંત મહત્ત્વના…