કોરોના ના કપરા કાળ વચ્ચે થોડાક સારા સમાચાર, રાજ્યમાં રિકવરી આંક પહોંચ્યો 1,500એ! તા.6ઠ્ઠી મે, 8:30PM સુધીની સ્થિતિ

ગઈકાલે આરોગ્ય અગ્રસચિવશ્રીની યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ બાદ ગુજરાતમાં નવા 380 કેસનો ઉમેરો થયો છે. જો કે ગુજરાત અને ભારતમાં ગઇકાલની સરખામણીમાં આજના દિવસે કોરોના વાઇરસના દર્દીઓનો ઉમેરો કંઈક અંશે ઓછો જણાયો હતો. આ સાથે જ અહીં ગુજરાત અમે ભારતના કોરોના સંબંધિત આંકડાઓ આપેલા છે, તેના પર એક નજર નાખીએ.

ભારતના કોરોના સંબંધિત આંકડાઓ:-

  • તારીખ: 6ઠ્ઠી મે, 2020
  • સમય: સાંજે 8:30 વાગ્યા સુધી
  • કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 49,391 (નવા 2,680 કેસ ઉમેરાયા)
  • કુલ એક્ટિવ કેસની સંખ્યા: 33,514 (નવા 1,547 એક્ટિવ કેસ થયા)
  • કુલ રિકવર-ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા: 14,183 (વધુ 1,022 દર્દીઓ રિકવર થયા.)
  • કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 1,694 (વધુ 111 દર્દીઓનું મૃત્યુ થયું.)

ભારત બાદ હવે વાત કરીએ ગુજરાત રાજ્યની કે જે હાલ કોરોના પોઝીટીવ કેસના લિસ્ટમાં બીજા ક્રમાંકે છે. આજરોજ તા.6ઠ્ઠી મે, 2020 સાંજે 8:30 વાગ્યા સુધીમાં 380 નવા કેસ નોંધાયા છે. અહીં ગુજરાતમાં કોરોનાની શુ સ્થિતિ છે તેનું એક માળખું આપેલું છે, જેના દ્વારા રાજ્યના જિલ્લાઓમાં કોરોનાની શુ સ્થિતી છે તે તપાસીએ.

image credit - google

ગુજરાત રાજ્યના કોરોનાને લગતા આંકડાઓ:-

  • તારીખ: 6ઠ્ઠી મે, 2020
  • સમય: સાંજે 8:30 વાગ્યા સુધી
  • કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 6,625 (નવા 380 કેસ નોંધાયા)
  • કુલ એક્ટિવ દર્દીઓની સંખ્યા: 4,727 (જેમાંથી કુલ 26 લોકો વેન્ટિલેટર પર છે.)
  • કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 1,500 (વધુ 119 લોકોએ કોરોનાને મ્હાત આપી.)
  • કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 398 (વધુ 28 લોકોના મૃત્યુ થયા)

ભારત અને ગુજરાત બાદ હવે જૂનાગઢ જિલ્લા પર એક નજર કરીએ. લોકડાઉનના 40 દિવસ સુધી જ્યાં એકપણ કેસ નોંધાયો ન હતો ત્યાં ગઈ કાલે 2 પોઝીટીવ કેસ નોંધાયા છે અને બંને દર્દીઓની હાલત સ્થિર છે એટલે કે તેઓ સ્વસ્થ છે. માટે તેમને જૂનાગઢ સિવિલ હોસ્પિટલના આઇશોલેશન વોર્ડ ખાતે રાખવામાં આવેલ છે. જો કે આ પોઝીટીવ કેસ સામે આવ્યા બાદ તંત્ર વધુ એલર્ટ થઇ ગયું છે.

જૂનાગઢ રાજ્યના કોરોના સંબંધિત આંકડાઓ:- 

  • કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 2
  • કુલ એક્ટિવ કેસની સંખ્યા: 2
  • સાજા થયેલા દર્દીઓની સંખ્યા: 0
  • મૃત્યુઆંક: 0

Also Read : Chittaranjan Desai’s Photography Workshop & Photowalk In Junagadh