જૂનાગઢમાં છેલ્લા થોડા દિવસોથી કોરોનાના કેસમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. જેને કારણે જૂનાગઢ જિલ્લામાં કુલ પોઝીટીવ કેસની સંખ્યા 150થી વધુ થઈ ચૂકી છે. જે સમગ્ર જૂનાગઢ શહેરના લોકો માટે અને તંત્ર માટે પણ ચિંતાની બાબત છે. હાલમાં જ નોંધાયેલા અઢળક કેસના કારણે તંત્રમાં દોડધામ મચી ગઇ છે અને શહેર તેમજ જિલ્લામાં વધી રહેલા કોરોના સંક્રમણને નાથવા વિવિધ પગલાંઓ ભરવાના ચાલુ થઈ ગયા છે.
જૂનાગઢ શહેરમાં આજના દિવસે કોરોના વાઇરસના નવા 15 કેસ નોંધાયા છે. આજના દિવસે પણ શહેરમાં કોરોનાના કેસમાં મોટો ઉમેરો નોંધાયો છે. સાથે જ નવા નોંધાયેલા કેસ ક્યાં ક્યાં વિસ્તારમાંથી આવ્યા છે, તેમની પણ વિગતવાર માહિતી મેળવીએ. આ સાથે જ જૂનાગઢ જિલ્લાના કેશોદ અને કણજા ખાતેથી પણ એક એક કોરોના પોઝીટીવ દર્દી નોંધાયા છે. જૂનાગઢ જિલ્લામાં આજરોજ નોંધાયેલા 17 કેસ ક્યાં ક્યાં વિસ્તારમાંથી આવ્યા અને તેમની અન્ય માહિતી નીચે દર્શાવેલ image પરથી મેળવીએ.
નવા નોંધાયેલા 15 કેસની સામે આજે જૂનાગઢ જિલ્લાના બે લોકો કોરોના સામેનો જંગ જીતી ચુક્યા છે. જેના થકી થોડી રાહતની લાગણી પ્રાપ્ત થઈ છે. જો કે છેલ્લા ઘણા દિવસોથી જૂનાગઢ જિલ્લામાં કોઇ પણ કોરોના દર્દીના મૃત્યુનો બનાવ નોંધાયો નથી. તે ખરેખર રાહતપૂર્ણ સમાચાર છે. આજરોજ રિકવર થયેલા લોકોની માહિતી પણ નીચે દર્શાવેલ image પરથી જાણીશું.
જૂનાગઢ જિલ્લાની કોરોના વાઇરસ સંબંધિત માહિતી:
●તારીખ: 5મી જુલાઈ, 2020
●સમય: 8:00 PM
●કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 158
●કુલ એક્ટિવ કેસની સંખ્યા: 81
●સાજા થયેલા દર્દીઓની સંખ્યા: 73
●મૃત્યુઆંક: 4
અહી ખાસ જણાવવાનું કે, જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે અન્ય જિલ્લા અને અન્ય રાજ્યોના 24 લોકો કોરોનાની સારવાર લઈ રહ્યા છે. તેથી તેમના પોઝિટિવ કેસ સાથેની અન્ય તમામ વિગત જૂનાગઢ જિલ્લાના કોરોનાના આકડામાં જ ઉમેરવામાં આવે છે. તેથી સરકારી આકડાઓ મુજબ જૂનાગઢમાં કોરોનાના કુલ પોઝિટિવ કેસ 182 દર્શાવવામાં આવે છે.
Also Read : Prince Gupta is coming to Junagadh with India’s first online dance championship “JAM KE NAACH”