સમગ્ર ભારતમાં છેલ્લા 24 કલાકમાં 2,400થી વધુ કોરોના વાઇરસના પોઝીટીવ નોંધાયા છે, એટલે કે સરેરાશ એક કલાકમાં 100 દર્દીઓ નોંધાયા છે. સાથે જ ગુજરાતમાં પણ છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના વધુ 333 નવા કેસ ઉમેરાયા છે. અહીં ભારત અને ગુજરાતના કોરોનાના આંકડાઓ આપવામાં આવ્યા છે, જેની નોંધ લઈએ.
ભારતના કોરોના સંબંધિત આંકડાઓ:-
- તારીખ: 2જી મે, 2020
- સમય: સાંજે 8:30 વાગ્યા સુધી
- કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 37,776 (નવા 2,411 કેસ ઉમેરાયા)
- કુલ એક્ટિવ કેસની સંખ્યા: 26,535 (નવા 1,387 એક્ટિવ કેસ થયા)
- કુલ રિકવર-ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા: 10,018 (વધુ 953 દર્દીઓ રિકવર થયા.)
- કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 1,223 (વધુ 71 દર્દીઓનું મૃત્યુ થયું.)
ભારત બાદ હવે એક નજર ગુજરાત રાજ્યમાં હાલ સુધીના કોરોના સંબંધિત આંકડાઓ પર કરીએ. રાજ્યમાં ફરી 24 કલાકમાં કોરોનાના નવા 333 કેસનો ઉમેરો થયો છે તો સાથે જ 160 જેટલા લોકોએ આજે કોરોનાને મ્હાત આપી છે. હાલ ગુજરાત સમગ્ર ભારતમાં બીજા નંબરનું હોટસ્પોટ છે. આ સાથે જ અહીં ગુજરાતમાં કોરોનાની શુ સ્થિતિ છે તેનું એક માળખું આપેલું છે, જેના દ્વારા રાજ્યના જિલ્લાઓમાં કોરોનાની શુ સ્થિતી છે તે તપાસીએ.
ગુજરાત રાજ્યના કોરોનાને લગતા આંકડાઓ:-
- તારીખ: 2જી મે, 2020
- સમય: સાંજે 8:30 વાગ્યા સુધી
- કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 5,054 (નવા 333 કેસ નોંધાયા)
- કુલ એક્ટિવ દર્દીઓની સંખ્યા: 3,896 (જેમાં 36 લોકો હાલ વેન્ટિલેટર પર છે.)
- કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 896 (વધુ 160 લોકોએ કોરોનાને મ્હાત આપી.)
- કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 262 (વધુ 26 લોકોના મૃત્યુ થયા)
આજે રાજ્યમાં 333 નવા કેસ નોંધાયા છે, પરંતુ આજના દિવસની સારી વાત એ છે કે આજે વધુ 160 લોકોએ કોરોનાને હરાવીને પોતાના ઘર ભણી પ્રયાણ કર્યું. જેમ જેમ નવા કેસ સામે આવી રહ્યા છે તેમ તેમ રિકવર થયેલા દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. જે ખરેખર રાહતપૂર્ણ સમાચાર છે.
ભારત અને ગુજરાત બાદ જૂનાગઢ જિલ્લા પર એક નજર કરીએ. જ્યાં હજી સુધી એકપણ કોરોના પોઝીટીવ દર્દી નોંધાયેલ નથી. પ્રશાસનની અવિરત કામગીરી અને લોકજાગૃતિને કારણે જૂનાગઢ જિલ્લો લોકડાઉનના એક મહિનાથી વધુ સમય સુધી કોરોનામુક્ત બની રહ્યો છે. જે ખરેખર જૂનાગઢ જિલ્લા માટે સારા સમાચાર સમાન જ છે.
Also Read : National level Girnar climber-avatars competition