જૂનાગઢ જિલ્લામાં તા.1લી જુલાઈ રોજ 8:30 PM સુધીમાં કોરોનાના નવા 8 પોઝીટીવ કેસ નોંધાયા.

જૂનાગઢ જિલ્લામાં કોરોનાના પોઝીટીવ કેસનું પ્રમાણ દિવસેને દિવસે જે રીતે વધી રહ્યું છે, તે જોતા લાગે છે કે જૂનાગઢમાં unlock 1.0ને જુનાગઢવાસીઓએ છૂટછાટના રૂપમાં લાઇ લીધું હતું, જેના પરિણામ સ્વરૂપે unlock 2.0ની શરૂઆતમાં જ જૂનાગઢમાં કોરોનાના કુલ કેસ 100 થવા આવ્યા છે.

જૂનાગઢ શહેરના નવા નાગરવાડા વિસ્તારમાં રહેતા 68 વર્ષીય મહિલાનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો અને તેઓ જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહ્યા હતા. જેમનું આજરોજ દુઃખદ અવસાન થયું છે.

 

આ સાથે અન્ય 5 લોકો આજે રિકવર થયા છે. આ પાંચ દર્દીઓમાં અંબિકા ચોકમાં રહેતા 25 વર્ષીય પુરુષ, આંબેડકર નગરમાં રહેતા 45 વર્ષના બે પુરુષ અને નહેરુબાગ સોસાયટીમાં રહેતા 14 વર્ષીય સ્ત્રી અને 39 વર્ષીય પુરુષનો સમાવેશ થાય છે.

જૂનાગઢ જિલ્લામાં ગત 24 કલાક બાદ કોરોનાના 8 નવા દર્દી નોંધાયા છે. જેમાં, જૂનાગઢ શહેરમાં કાળાપાણાની સિડી વિસ્તારમાં રહેતા 38 વર્ષીય પુરુષ, સુંદરવન સોસાયટી-જોશીપરા ખાતે રહેતા 50 વર્ષીય પુરુષ, શક્તિનગર-જોશીપરા ખાતે રહેતા 27 વર્ષીય પુરુષ, ગોધાવાવની પાટી ખાતે રહેતા 28 વર્ષીય પુરુષ, શિલાલેખ એપાર્ટમેન્ટ જોશીપરામાં રહેતા 54 વર્ષીય પુરુષનો સમાવેશ થાય છે. સાથે જ જૂનાગઢ જિલ્લાના બંધળા ગામે રહેતા 33 વર્ષીય પુરુષ, માંગરોળ ખાતે રહેતા 29 વર્ષીય પુરુષ અને માળીયા ખાતે રહેતા 22 વર્ષીય પુરુષનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે.

 

જૂનાગઢ જિલ્લાની કોરોના વાઇરસ સંબંધિત માહિતી:

●તારીખ: 1લી જુલાઈ, 2020
●સમય: 8:00 PM
●કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 98
●કુલ એક્ટિવ કેસની સંખ્યા: 36
●સાજા થયેલા દર્દીઓની સંખ્યા: 58
●મૃત્યુઆંક: 4

આ સાથે જૂનાગઢ જિલ્લામાં અન્ય જિલ્લા અને રાજ્યમાંથી કુલ 21 લોકો જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યાં છે. તેમની ગણતરી પણ જૂનાગઢ જિલ્લામાં કરવામાં આવે છે.

Also Read : Junagadh from mountain Girnar on Dipawali night