“૧૨મી નાપાસ મિત ચૌહાણે લખ્યું એથિકલ હેકિંગનું પુસ્તક.”
મિત ચૌહાણ ની ઉમર ફક્ત ૧૯ વર્ષ ની છે અને અમરેલી નો રહેવાસી છે. મિત બે વર્ષ પહેલાં ધો. 12 (કોમર્સ)ની પરીક્ષામાં નાપાસ થયો. એ વખતે તેના પિતા બિમાર પડ્યા. આથી ઘરની જવાબદારી આવી પડી. નછૂટકે ખાનગીમાં રૂ. 2500 જેવા મામુલી પગારથી પટ્ટાવાળાની નોકરી સ્વીકારવી પડી. મિત્રો તેની મજાક પણ કરતા. પણ તે હિંમત ન હાર્યો. આખરે તેણે સાઇબર ક્રાઇમનાં મહત્વનાં ટોપીક એથીકલ હેકીંગ પર પુસ્તક લખવાનું શરૂ કર્યું. મીત આખો દિવસ નોકરી કરીને ઘરે આવે ને પછી રાત્રે બેસીને બુક લખતો,આ રીતે બે વર્ષે બુક લખાઇ. જેના કોપીરાઇટ્સ અમેરિકાની એક આઇટી ક્ષેત્રની કંપનીએ લઇ લીધા. અને જુદા જુદા 13 દેશોમાં તેનું પ્રકાશન કર્યું છે. આ કંપનીએ પોતાને લેખક તરીકેનો દરજ્જો પણ આપ્યો છે. હાલ મિત સાઇબર ક્રાઇમને લગતા કોયડા ચપટી વગાડતામાં ઉકેલી શકે છે. એટલુંજ નહિ ગુનો ઉકેલવામાં પોલીસની મદદ કરી હતી.
#AJInspirationalStories #AapduJunagadh #AJ
Also Read : દેશમાં કોરોનાનો આંક પહોંચ્યો 1 લાખને પાર! ચાલો જાણીએ તા.19મી મે, 5:00PM સુધીની સ્થિતિ