રાષ્ટ્રીયકક્ષા એ અખિલ ભારત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા

ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા : ગઢ ગિરનારના પડકારને ઝીલી ૧૦ રાજ્યનાં ૪૨૫ સ્પર્ધકોએ તેને આંબવા દોટ મૂકી. રાષ્ટ્રીયકક્ષાએ અખિલ ભારત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા તા. ૪ ફેબ્રુઆરી,૨૦૧૮ ના રોજ મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં યોજાઈ.જેનો પ્રારંભ સવારે 7 વાગ્યે ભાઇઓની પ્રથમ ટુકડીએ કર્યો હતો.
ગિરનાર સ્પર્ધામાં ગુજરાતનાં 101, મહારાષ્ટ્રનાં 34, દીવનાં 55, હરિયાણાનાં 34, રાજસ્થાનનાં 103, ઉત્તરપ્રદેશનાં 27, પંજાબનાં 1, મધ્યપ્રદેશનાં 49, ઓરીસ્સાનાં 17 અને તેલંગણાનાં 4 સ્પર્ધક મળી કુલ 425 સ્પર્ધક નોંધાયા હતાં.આ સ્પર્ધા સિનીયર ભાઇઓ, જુનિયર ભાઇઓ, સિનીયર બહેનો, જુનિયર બહેનો એમ ચાર ભાગમાં યોજાય છે.
બહેનો માટે માળી પરબ સુધીની સ્પર્ધા અને ભાઇઓ માટે અંબાજી સુધીની સ્પર્ધા યોજાય છે. બપોરે 12 વાગ્યે ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો.જેમાંપણ જુનાગઢનું પ્રભુત્વ જોવા મળ્યું.સિનિયર બોયઝ વિભાગ હરિયાણાના બ્રિજેન્દ્રકુમારે 55.51 મિનિટમાં સ્પર્ધા પૂરી કરી પ્રથમ ક્રમે આવ્યા હતા.

જુનિયર બોયઝ વિભાગમાં જૂનાગઢના લાલો પરમારે 63.18 મિનિટમાં સ્પર્ધા પૂરી કરી પ્રથમ ક્રમે આવ્યા હતા. સિનિયર ગર્લ્સ વિભાગમાં જૂનાગઢના ભૂમિકા ભૂતે 39.44 મિનિટમાં સ્પર્ધા પૂરી કરી પ્રથમ ક્રમ મેળવ્યો હતો. જુનિયર ગર્લ્સ વિભાગમાં જૂનાગઢના વાલી ગરચરે 41.09 મિનિટમાં સ્પર્ધા પૂરી કરી પ્રથમ ક્રમ મેળવ્યો હતો.
Source – Divya Bhaskar

Also Read : જૂનાગઢ કોરોના અપડેટ: શહેરમાં આવ્યો બીજો કેસ! જાણો 10:30 વાગ્યા સુધીના કોરોનાના આંકડાઓ