જૂનાગઢ તા.૫ જૂનાગઢ જીલ્લામાં મનરેગા યોજના હેઠળ જળ સંચયની કામગીરી શ્રમજીવીઓની રોજગારી સાથે કરવામાં આવી રહી છે. માંડણપરા ગામે જંગલ વિસ્તારમાંથી આવતા પાણીના સંગ્રહ માટે ગામના ૧૨૮ શ્રમજીવીઓ દ્વારા મનરેગા હેઠળ જળ સંચયની કામગીરી કરવામાં આવી રહી છે.
આ અંગે પ્રતિભાવ આપતા શ્રમિક બહેન શ્રી કિરણબેન મહિડાએ કહયું કે, ગામમાં તળાવ ઉંડુ કરવાના કામને લીધે વરસાદનું પાણી સંગ્રહ થતા ગામ લોકોને ફાયદો થશે. એજ રીતે શ્રી નર્મદાબેન મહિડાએ કામગીરીને આવકારતા કહયું કે, આ કામને લીધે રોજગારી પણ મળે છે અને ગામને પાણીના તળ ઉંચા આવતા ફાયદો થશે. અન્ય એક મહિલા મનીષાબેને કહયું કે, અમને આ કામમાં દૈનિક રોજગારી મળે છે. અમારા બાળકો માટે છાંયાની અને પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. રમેશભાઇ મહિડાએ કહયું કે, માંડણપરામાં ૧૨૮ મજુરો કામ કરે છે. મનરેગા હેઠળ તળાવને ઉંડુ કરવાના કામને લીધે પાણીનો સંગ્રહ થશે. ટેકનીકલ આસીસ્ટન્ટ શ્રી ભાવીન પટેલે કહયું કે ૧૨૮ શ્રમિકોને તળાવ ઉંડુ કરાની સરકારશ્રીની યોજના મુજબ કામગીરી પ્રમાણે વળતર ચુકવવામાં આવે છે. તળાવમાંથી નિકળતી માટીને પાળા પર નાંખી પાણી વધું સંગ્રહ થાય તે માટે કામ કરવામાં આવે છે. રાજય સરકારના જળ સંચય અભિયાન અંતર્ગત માંડણપરામાં કામગીરી કરવામાં આવી રહી છે તે અંગેની માહીતી આપી હતી.
Also Read : જૂનાગઢમાં યોજાઇ રહેલા સિઝલર ફેસ્ટિવલ માં અનોખા સ્વાદની મજા માણો, ₹155 થી…