જૂનાગઢ માં યોજાઇ રહેલા સિઝલર ફેસ્ટિવલ માં અનોખા સ્વાદની મજા માણો, ₹155 થી…

સિઝલર ફેસ્ટિવલ

સિઝલર ફેસ્ટિવલ : જૂનાગઢમાં અનેક પ્રકારના ફેસ્ટિવલ અવારનવાર યોજાતા હોય છે, જેનું કારણ છે જૂનાગઢના મસ્ત-મોજીલા જૂનાગઢવાસીઓ! આ મસ્ત-મોજીલા જૂનાગઢવાસીઓ ઉત્સવપ્રિય તો છે જ, સાથોસાથ અવનવું ખાવાપીવાના પણ ખુબજ શોખીન છે. ત્યારે જૂનાગઢવાસીઓ માટે ખાસ, આ બંને હેતુ સાર્થક થાય તે માટે ‘The Byke Suraj Club’ યોજી રહ્યું છે; “સિઝલર ફેસ્ટિવલ”…સિઝલર ફેસ્ટિવલશિયાળાની હળવી શરૂઆતની સાથોસાથ લીલા શાકભાજી અને અન્ય પૌષ્ટિક વસ્તુઓ ખાવા પર વધુ ભારણ મૂકવામાં આવતું હોય છે, પરંતુ સામાન્ય રીતે બાળકોને તેમજ કેટલાક લોકોને લીલા શાકભાજી ખાવા આપો તો તે નાપસંદ કરી મોં બગાડે છે, પરંતુ આ લીલા શાકભાજીને લઈને કોઈ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગી બને તો તેની મજા જ કઇંક અલગ અને ડબલ થઈ જાય!સિઝલર ફેસ્ટિવલઆપણા જૂનાગઢમાં નવનિર્માણ પામેલી ‘The Byke Suraj Club’ ખાસ તમારા માટે અને તમારા લાડકા બાળકો માટે લઈને આવ્યું છે ’સિઝલર ફેસ્ટિવલ’. જ્યાં તમને મળશે સિઝલરની અવનવી વેરાયટીઝ. આ સ્વાદિષ્ટ વાનગીનો સ્વાદ એકવાર ચાખીને વારંવાર ખાવાનું મન થઈ જાય એવી છે. આવો આ સ્વાદિષ્ટ સિઝલર આરોગતા પહેલા તેના વિશે થોડું જાણી લઈએ…

સિઝલર:

સિઝલર ફેસ્ટિવલસિઝલરની શરૂઆત લગભગ જાપાનના ટેપેનાયકીથી થઈ હોવાનું મનાય છે. દ્વિતીય વિશ્વયુદ્ધ પછી તે અમેરિકામાં સમાવિષ્ટ થયું અને વર્ષ 1950ના દાયકાથી તે એક વ્યંજન તરીકે પ્રચલિત થયું. જ્યારે ભારતમાં આ સિઝલરની શરૂઆત સૌપ્રથમ મુંબઈમાં વર્ષ 1963માં થઈ. જે શરૂઆત ફિરોઝ ઈરાની દ્વારા ઍક્સેલસીયર સિનેમાની બાજુમાં ‘ધ સિઝલર’ રેસ્ટોરન્ટમાં કરવામાં આવી. એ પછી તે ભારતભરમાં પ્રચલિત થવા લાગ્યું.આ સિઝલરને એક ખાસ પ્રકારની ધાતુના વાસણમાં પીરસવામાં આવે છે. જે પાત્ર સિઝલરનું તાપમાન જાળવી રાખે છે અને તેનો ખરો સ્વાદ બેકરાર રાખે છે. કરકરા તળેલા શાકભાજી, ફ્રેન્ચ ફ્રાઇસ અને સિઝલિંગ બાર્બીક્યુ સોસ સૌનું મન જીતી લે છે. આ સિઝલરને સ્વાદિષ્ટ પકવાનનું મિશ્રણ પણ કહી શકીએ. જેને ચટપટા સિઝલિંગ સોસ સાથે પીરસવામાં આવે છે.સિઝલર ફેસ્ટિવલ‘The Byke Suraj Club’ જૂનાગઢની એક એવી રેસ્ટોરન્ટ છે, જ્યાં આપની મનગમતી વાનગીનો ઓર્થેન્ટિક ટેસ્ટ આપને એ વાનગીના દિવાના બનાવી દે છે. એટલું જ નહીં, ત્યાનું ઇન્ટિરિયર ડિઝાઇનિંગ પણ એટલું અદ્દભુત છે, કે સ્વાદની સાથોસાથ શાંતિનો પણ ઓડકાર આવે! આપણાં જૂનાગઢમાં તમારાં પરિવાર કે સ્નેહીજનો સાથે બેસીને લિજ્જતદાર ભોજનની મજા માણવા આનાથી બીજું ઉત્તમ સ્થળ બીજું ક્યું હોય શકે!તો આ શિયાળાની શરૂઆત ‘The Byke Suraj Club’ના સિઝલર ફેસ્ટિવલ સાથેજ કરીએ તો? જ્યાં ₹155 થી શરૂ કરીને વિવિધ પ્રકારના કેટલાય સિઝલરની મજા આપ માણી શકશો. આ ફેસ્ટિવલ તા.15મી નવેમ્બરથી શરૂ થઈને સીમિત સમય સુધી જ ચાલશે, પછી એવું ન કહેતા કે અમને ખબર નહોતી!! તો જલ્દી જજો, સ્વાદિષ્ટ સિઝલર તમારી રાહ જુએ છે…

અને હાં !! તમે કરેલા અનુભવો આ કોમેન્ટ બોક્સમાં શેર કરવાનું ન ભૂલતા હોં…

Address: The Byke Suraj Club, Suraj Cineplex, College Road, Junagadh

Call: +91 9324988915
Visit: https://www.thebyke.com/the-byke-suraj-club/

Also Read : માંડણપરા ગામે ૧૨૮ શ્રમજીવીઓ દ્વારા થઇ રહેલી જળ સંચયની ઉમદા કામગીરી