મિલ્કબેંક : જુનાગઢના એક 66 વર્ષીય વ્રુદ્ધ જે પોતાનું નામ ‘ઓન્લી ઇન્ડિયન’ જણાવી રહયા છે એમણે ‘મિલ્કબેંક’ શરૂ કરી છે. શ્રાવણ માસ ચાલી રહેલો હોઇ ભગવાન શિવજીને ચડાવાતા દૂધનો સદુપયોગ થાય એ હેતુથી ‘ મિલ્કબેંક’ શરૂ કરી છે. જૂનાગઢના સિદ્ધેશ્વર મહાદેવ અને રામેશ્વર મહાદેવ પર દૂધના કેન મૂકીને એમણે શુકન અને શ્રદ્ધારૂપી થોડું દૂધ શિવજીને ચડાવ્યા પછી એ કેનમાં એકત્રિત કરવા અપીલ કરી છે. જે એકત્ર થયેલું દૂધ ‘ઓન્લી ઇન્ડિયન’ રસ્તે બેઠેલા ગરીબોને પીવડાવશે.
આપણે બધા પણ આ પ્રથાને વેગ આપીએ. આપણી શ્રદ્ધા, આસ્થાને ખાતર આપણે કદાચ એક ટીપું દૂધ પણ ચડાવશુ તો પણ સાર્થક થશે જ. અને બાકીનું દૂધ ખરેખર કોઈ ભૂખ્યા વ્યક્તિને જરૂર છે તેને પહોંચતું કરીએ અને પ્રભુસેવાની સાથે માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ બનીએ.
Also Read : જાણો AJ Meet Up માં થયેલી ચર્ચાઓ અને તેને યોજવા પાછળના કારણો વિશે…