Junagadh Municipal Corporation (જુનાગઢ મનપા)ની ફૂડ શાખા દ્વારા ભવનાથના મેળા ઉપરાંત શહેરના બસ સ્ટેશન, કાળવા ચોક, રેલ્વે સ્ટેશન રોડ સહિતના અનેક વિસ્તારોમાં હાથ ધરાયેલ ફૂડ ચેકિંગ દરમિયાન બળેલા તેલમાં તળેલા ખાદ્યપદાર્થો, ભેળ માટેની વાસી ચટણી તથા સ્વાસ્થ્યને હાનિકારક કલર ઉમેરેલ લસ્સી જેવા કુલ 900 કિલો વાસી ખોરાકનો નાશ કરવામાં આવ્યો હતો અને વેપારીઅોને અખાધ્ય પદાર્થ ન વેંચવા તાકીદ કરાઈ હતી.
આ સમગ્ર કાર્યવાહી મનપાના કમિશ્નર વી.જે.રાજપૂતની સૂચના,નાયબ કમિશ્નર એમ.કે. નંદાણીયાના માર્ગદર્શનમાં અને મેડીકલ ઓફિસર ઓફ હેલ્થ ડો. રવિ ડેડાણીયાના સહકારથી ફૂડ ઇન્સ્પેકટર ઉદય નંદાણીયા અને સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવી હતી.
Also Read : ચલો જાણીએ તા.26મી એપ્રિલ 8:30PM સુધીમાં કોરોનાના કેટલા નવા કેસ નોંધાયા…