જૂનાગઢ માં આજીવિકા દિવસની કરાઇ ઉજવણી

જૂનાગઢ

જૂનાગઢ તા.૫, પંડીત દિનદયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય ગ્રામિણ આજીવિકા મીશન હેળ આયોજીત ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા જૂનાગઢ કૃષિ યુનિનાં સભાખંડમાં આજીવિકા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

કાર્યક્રમનાં અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત મેયર સુશ્રી આદ્યાશક્તીબેન મજમુદારે જણાવ્યુ હતુ કે દેશનાં યુવાનોને રોજગારીના સર્જનને મુદ્દે પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત મોટી માત્રામાં લોન આપવામાં આવી છે તેનાથી પણ મોટી સંખ્યામાં લોકોને રોજગારી મળી છે. આ સ્વરોજગાર પ્રાપ્ત યુવાનો પોતાનાં સ્વબળે આજે આગળ વધી રહ્યા છે. રાજ્ય સરકારનાં દિર્ઘદ્રષ્ટા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી ગ્રામિણ ગરીબ મહિલાઓનું આર્થિક પ્રવૃતિ સાથે જોડાણ કરી સક્ષમ તથા ટકાઉ આજીવીકા રળે તેવા સત્વશીલ ઉદેશથી કામ કરી રહ્યા છે.

જૂનાગઢ

કાર્યક્રમનાં ઉદઘાટક અને રાજ્ય મહિલા સુરક્ષા સમિતિનાં ઉપાધ્યક્ષા સુશ્રી જ્યોતીબેન વાછાણીએ રોજગાર વાંચ્છુ ઉપસ્થિત યુવાનોને સંબોધતા જણાવ્યુ હતુ કે જીવનમાં કૈાશલ્ય અને પારંગતતા ધરાવતા વ્યક્તિ ક્યારેય રોજગારથી વંચીત હોય જ નહીં, ગુજરાત રાજ્યે વિકાસની હરણફાળ ભરી છે. રાજ્યમાં ગુજરાત બહારથી પણ અનેક યુવાનો સુરત-વડોદરા અને મોટા શહેરોમાં રોજગારી માટે આવે છે ત્યારે આપણ યુવાનોએ જરૂરીયાત મુજબ તેમની કાબેલીયતથી નોકરી કે રોજગારી માટે આગળ વધુવુ જોઇએ.

જિલ્લા કલેકટરશ્રી ડો. સૈારભ પારઘીએ યુવાનોને આજીવીકા દિવસની ભુમીકા સમજાવી જીવનમાં આગળ વધવા રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા જણાવ્યુ હતુ. પ્રધાનમંત્રી રોજગાર યોજના આજે અનેક ગ્રામિણ યુવાનોનાં જીવનમાં આર્થિક ઉન્નતિનાં દ્વાર ખોલી રહ્યુ છે.

આજનાં આજીવીકા દિવસની ઉજવણી પ્રસંગે મહાનુભાવોનાં હસ્તે સી.આઇએફ અને આર.એફ. ના ચેકોનું વિતરણ કરવામા આવ્યુ હતુ. રોજગાર લક્ષી વિવિધ તાલીમ હાંલસ યુવક યુવતીઓને ટ્રેનિંગ સર્ટીફીકેટનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.ડી.ડી.યુ.કે.વાય અ;તર્ગત જોબ ઓફર લેટર વિતરણ તેમજ બેંક સખી નિમણુક પત્ર વિતરણ કરવામાં આવ્યુ હતુ. એપ્રેન્ટીસ પત્ર વિતરણ તેમજ રોજગાર નિમણુક પત્ર વિતરણ કરાયા હતા. વિવિધ ક્ષેત્રે કાબેલીય પ્રસ્થાપિત કરનાર યુવાઓને પ્રોત્સાહિત કરાયા હતા.

આ પ્રસંગે કેશોદનાં પુર્વ ધારાસભ્યશ્રી વંદનાબેન મકવાણા, નરસિંહ મહેતા યુનિ.નાં શ્રી દેવાણી, લીડ બેંકનાં રાઠોડ, રોજગાર અધીકારી પ્રજાપતી સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ગ્રામ વિકાસ એજન્સીનાં નિયામક જે.કે.ઠેશીયાનાં માર્ગદર્શન તળે છાંયાબેને જહેમત ઉઠાવી હતી.

Also Read : નેક અને દરિયાદિલ બારવટિયો: કાદુ મકરાણી