Kadu Makrani Part 2 : નેક અને દરિયાદિલ બારવટિયો: કાદુ મકરાણી

Kadu Makrani Part 2

Kadu Makrani Part 2 : કાદુ મકરાણી : “એક દિવસમાં એક ગામ ભાંગે તો, સમજજો કે સાધુએ ભાંગ્યું’ને એક દિવસમાં ત્રણ ગામ ભાંગે તો સમજજો કે કાદુએ ભાંગ્યું!” ઉપરનું વાક્ય જ કાદરબક્ષના બારવટાની ગવાહી પૂરવા માટે પૂરતું છે. ઈણાજ ગામ ભંગાય ગયું છે, કાદરબક્ષના સગા સબંધીઓ અને મિત્રોમાંથી અમુક જેલમાં છે, તો અમુક વીરગતિ પામ્યા છે. કાદરબક્ષ હવે કાદરબક્ષ નથી રહ્યો, પરંતુ એ રિંદ બ્લોચ “કાદુ મકરાણી” બની ગયો છે.Kadu Makrani Part 2કાદુએ આખું સોરઠ માથે લીધું છે. જૂનાગઢની ફૌજ તેમજ અંગ્રેજ ઓફિસરોની ઊંઘ હરામ કરી નાખી છે. એકજ દિવસમાં ત્રણ-ત્રણ ગામડાઓ ભાંગે છે અને લૂંટી લે છે, પણ બારવટું નીતિનું છે, ધર્મનું છે, ન્યાયનું છે, એટલે એ કોઈ ગરીબને રંજાડતો નથી, બેન-દીકરીઓને હેરાન કરતો નથી, સાદા લૂગડાં પહેરે છે, જેને અનીતિનો પૈસો ભેળો કર્યો હોય, એવા પૈસાદારને લૂંટે છે અને ગરીબને દાન પણ આપે છે.અલ્લાહની બંદગી પણ રોજે કરે છે. દિવસમાં પાંચવાર નમાજ અદા કરે છે. પોતે રોજે તેમના સાથીદારોને નીતિ અને ન્યાયના પાઠ ભણાવે છે. કાદુ મકરાણીની ખાનદાનીના પણ અનેક પ્રસંગો જોવા મળે છે. જેમાંના એક પ્રસંગની વાત કરીએ તો, માનપુર ગામમાં મકરાણીની સુંદર યુવાન દીકરી કે જેનું નામ ફાતિમા, કે જે કાદુ મકરાણીથી ખૂબજ પ્રભાવિત હોય છે અને જુવાનીના આહોશમાં મનોમન કાદુ મકરાણીને દિલ આપી બેસે છે. ફાતિમાના પિતા કાદુ મકરાણીને આશરો આપતા હોય છે, આ વખતે મોકો મળતા ફાતિમા પોતાના દિલની વાત કાદુને કહે છે. કાદુ મકરાણી જવાબ આપે છે કે,”તું તો મારી દીકરી કહેવાય, તારા પર જો નજર બગાડું તો તો મારૂ બારવટું લાજે!”કાદુ મકરાણીઈ.સ.1887માં અંગ્રેજોના વધતા દબાણને હળવું કરવા ગેરિલા યુદ્ધનીતિ પ્રમાણે તેના સાથીઓએ તેને પોતાને વતન મકરાણ જઈ આવવાની સલાહ આપી. તે પ્રમાણે કાદુની ટોળી કાઠીયાવાડથી અમદાવાદ, ત્યાંથી કરાંચી અને પછી ટ્રેન દ્વારા સિંધ પહોંચ્યા. સિંધના લ્યારી નગરમાં તેણે ઉંટસવારને તેના વતન મકરાણ જવા માટે ભાડે કર્યો. કાદુ મકરાણીની ઓળખ છતી થતાં, ઊંટ વાહકને તેને દગો દઈ ઈનામની રકમ લેવાની લાલચ થઈ. ઊંટ વાહકે તેને બગદાદી પોલીસ થાણા પાછળ મળવાની સલાહ આપી. તેમ છતાં પણ પોલીસ અને ઊંટવાહક કાદુને પકડી શક્યા નહીં.કાદુ મકરાણી કાદુ મકરાણીએ તે બંનેને કટાર વડે મારી નાખ્યા અને ત્યાંથી નાસી છૂટ્યો. જ્યારે તે બગદાદીની સાંકડી ગલીઓમાંથી ભાગતો હતો, ત્યારે એક મજૂરે ઓળખ્યા વગર તેને રોકવા તેના માથે ભારે પથ્થર ફેંક્યો. તેમ થતાં કાદુ બેશુદ્ધ બન્યો અને તેને પકડી લેવામાં આવ્યો. તેના પર મુકદમો ચલાવી તેને ફાંસીની સજા ફરમાવવામાં આવી.

તેને 1887માં કરાંચીના કેન્દ્રીય કારાગૃહ(જેલ)માં ફાંસી દેવામાં આવી. તેના મૃતદેહને વાજા દુરા ખાને મેળવ્યો અને તેને દફન વખતે લ્યારી નગરના મુલ્લા ગુલામે તેમને નવડાવ્યા. તેને મેવાહ શાહ કબ્રસ્તાન (લ્યારી)માં દફનાવવામાં આવ્યો.Kadu Makrani Part 2આવા નેક અને ન્યાયપ્રિય, સમર્પણ અને ત્યાગથી ભરેલા કાદુ મકરાણી બારવટિયાનાં રાહડા આજે પણ સોરઠમાં ગવાય છે!

સંદર્ભ: ઇન્ટરનેટ

Author: Kalpit Chandpa (“કસુંબી”) #TeamAapduJunagadh

Also Read : જૂનાગઢ માં આજીવિકા દિવસની કરાઇ ઉજવણી