વ્રુદ્ધઆશ્રમ જઈને વડીલોને ફ્રેન્ડશીપ બેલ્ટ બાંધીને આ દિવસની ઉજવણી કરી હતી

મિત્ર તો ગમે તેટલી ઉંમરનો હોય હેં ને ? આ જ મૂળ વિચારને લઈ દર વર્ષે ‘સ્વપ્ન યુવા વિકાસ મંડળ’ લગભગ યુવાનો જ ઉજવતા હોય એવા તહેવારો પણ આપણા જુનાગઢના અપનાઘર વ્રુદ્ધઆશ્રમ ખાતે ઉજવવાનો આગ્રહ રાખતું હોય છે. આજે પણ આ વિચારને સહયોગ આપી ઘણા બધા યુવાનો વ્રુદ્ધઆશ્રમ જઈને વડીલોને ફ્રેન્ડશીપ બેલ્ટ બાંધીને આ દિવસની ઉજવણી કરી હતી.