મેઘાણી સાહીત્ય કોર્નર

મેઘાણી

ગત તારીખ 11/7/2018ના રોજ જુનાગઢ એસ.પી. કચેરીમાં ‘મેઘાણી સાહીત્ય કોર્નર’નું લોકાર્પણ કરવામાં આવ્યું હતુ. જેમા આપણા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ લખેલા 75 પુસ્તકોને સ્થાન આપવામાં આવ્યું છે જે જાહેર જનતા માટે પણ ખુલ્લુ મુકાયું છે.. કોઈ પોલીસ કચેરીમાં સાહિત્ય માટે આ પ્રકારનું કોર્નર હોવું એ અનોખી ઘટના કહેવાય. આની પાછળ નવી પેઢી આપણા સાહિત્ય અને મહામુલી સંસ્કૃતિ થી વાકેફ થાય એવો શુભાશય રહેલો છે..

મેઘાણી
મેઘાણી સાહેબે 1915માં એક સત્ર માટે સંસ્કૃત વિષયનો અભ્યાસ બહાઉદ્દીન કોલેજમાં કર્યો હોવાથી જુનાગઢ સાથેનો એમનો નાતો ખુબ ગાઢ છે. મેઘાણી સાહેબના પૌત્ર પીનાકીભાઈ નાનકભાઈ મેઘાણી ઉપરાંત એસ.પી. નિલેશ જાજડિયા, ડી.વાય.એસ.પી. એમ.એસ.રાણા, પદ્મશ્રી ભિખુદાન ગઢવી, જુનાગઢના પ્રથમ નાગરિક એવા મેયરશ્રી આધ્યાશક્તિબેન મજમુદાર તથા મોટી સંખ્યામાં વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ હાજર રહ્યા હતા..