ભોલેનાથ ટ્રસ્ટ દ્વારા જુનાગઢથી સોમનાથ સુધીની પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે

ભોલેનાથ

ભોલેનાથ : હવે શ્રાવણ માસ નજીક આવતા શિવભક્તો આતુરતાથી આ પવિત્ર માસની રાહ જોઈ રહયા છે. આપણા જૂનાગઢના ભોલેનાથ ટ્રસ્ટ દ્વારા છેલ્લા નવ વર્ષથી દર વર્ષે શ્રાવણ માસમાં જુનાગઢથી સોમનાથ સુધીની પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે. જેનો 17 ઓગસ્ટના બપોરે 12 વાગ્યે જવાહર રોડ, સ્વામીનારાયણ મંદિર થી પ્રારંભ થશે. પદયાત્રા જુનાગઢ, મેંદરડા, માળીયા થઈને સોમનાથ પહોંચશે. રૂટમાં ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણીસંગમ થશે. પદયાત્રામાં જોડાવા માગતા શિવભક્તો 98242 15115, 8200913300 પર બુકિંગ કરાવી શકે છે. અત્યાર સુધી આશરે 700 જેટલા શિવભક્તોએ નામ નોંધાવી દીધેલ છે.

ભોલેનાથ ભોલેનાથ ભોલેનાથ

Also Read : 9 વર્ષ પછી જૂનાગઢ માં ફરી યોજાશે ટપાલટિકિટનું પ્રદર્શન….