જૂનાગઢ જિલ્લાનાં સમગ્ર વિસ્તારમાં રીમોટ થી ચલાવાતા ડ્રોન પર મનાઇ ફરમાવેલ છે.

જૂનાગઢ

જૂનાગઢ જિલ્લાનાં સમગ્ર વિસ્તારમાં રીમોટથી ચલાવાતા ડ્રોન કે રીમોટથી કંટ્રોલ કરાતા એરીયલ મિસાઇલ કે પેરાગ્લાઈડર રીમોટ કંટ્રોલ, માઈક્રો લાઇટ એરક્રાફ્ટ ચલાવવા પર મનાઇ ફરમાવેલ છે. દેશ વિરોધી સંગઠનો, આંતકવાદીઓ અને ભાંગફોડીયા તત્વો ગેરલાભ લઇ જૂનાગઢ જિલ્લાની સુરક્ષાને હાની પહોંચાડે નહીં એ હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ હુકમ આજથી એટલે કે તા.૯મી ઓગષ્ટ ૨૦૧૮ થી આગામી ૬૦ દિવસ સુધી અમલમાં રહેશે.

Also Read : લોકપ્રિય અભિનેત્રી પ્રાચી શાહ આજે આટલી બદલાય ગઈ છે કે ઓળખી પણ નહીં શકો , જુઓ તસવીરો