જૂનાગઢમાં ચાલતાં સમર્પણ ક્લબ ના મેમ્બર્સ દ્વારા અવનવી પણ પ્રેરણા દાયક રીતે આજના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી.

સમર્પણ ક્લબ

જૂનાગઢમાં ચાલતાં સમર્પણ ક્લબ ના મેમ્બર્સ દ્વારા અવનવી પણ પ્રેરણા દાયક રીતે આજના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી. જે અંતર્ગત સમર્પણ કલબ ના મેમ્બર્સ ત્રણ ટીમ મા વહેચાઈ ગયા. તે પૈકી
ORANGE ORGANISERS ટીમ ના ૧૫ જેવા મેમ્બર્સ એ જુનાગઢ ના ભવનાથ મંદિર વિસ્તાર, દાતાર રોડ, મજેવડી ગેઈટ, સક્કરબાગ, ભુતનાથ મંદિર, રેલવે સ્ટેશન, બહાઉદ્દીન કોલેજ ના આજુ બાજુ ના વિસ્તાર મા રહેલા ગરીબ ભુખ્યા લોકોને જમવાનું આપ્યું હતું.

સમર્પણ ક્લબ સમર્પણ ક્લબ સમર્પણ ક્લબ
WHITE WINNERS ના ટીમ મેમ્બર્સ એ ધોરાજી રોડ ઉપર આવેલી સાંત્વન વિકલાંગ વિકાસ મંડળ ના વિકલાંગ બાળકો સાથે મ્યુઝિક વગાડી, રમતો રમાડી તેમને ખુશ કર્યા હતા.
GREEN GARDENERS નાં ટીમ મેમ્બર્સ એ પોતાના ઘરની આસપાસ વૃક્ષારોપણ કરીને કુદરત પ્રત્યે નો પોતાનો પ્રેમ દર્શાવ્યો હતો.

Also Read : ટ્રાફિક સિગ્નલ ઊભા કરવાની કામગીરી થઈ શરૂ, હવે નહીં તૂટે ટ્રાફિકના નિયમો!