જુનાગઢ શહેરમાં સૌ પ્રથમ વાર ગુજરાત રાજય અંડર – 19 બેડમીન્ટન ટુર્નામેન્ટનું આયોજન

જુનાગઢ શહેરમાં સૌ પ્રથમ વાર ગુજરાત રાજય અંડર – 19 બેડમીન્ટન ટુર્નામેન્ટનું આયોજન થનાર છે. આ ટુર્નામેન્ટમાટે એન્ટ્રી શરૂ થઈ ગઈ છે. આ ટુર્નામેન્ટ ઓગષ્ટ મહિનામાં જૂનાગઢ ખાતે યોજાશે.
ગુજરાત બેડમીન્ટન એસોશીએશનના ઉપક્રમે જુનાગઢ જિલ્લા બેડમીન્ટન એસોશીએશન દ્વારા છઠ્ઠી ગુજરાત રાજય અંડર – 19 મેજર રેન્કીંગ બેડમીન્ટન ટુર્નામેન્ટનું જૂનાગઢ ખાતે આયોજન કરવામાં આવનાર છે. આ ટુર્નામેન્ટમાટે એન્ટ્રી ફોર્મ ભરવાની અંતિમ તારીખ 08/08/2018 છે તથા આ એન્ટ્રી ફોર્મ G.B.A. ની ઓફીશ્યલ વેબસાઇટ www.gujaratbadminton.org પરથી ભરી શકાય છે.
અંડર – 19 ગર્લ્સ, બોય્ઝ, ડબલ્સ, મીક્સ – ડબલ્સ કેટેગરીમાં યોજાનાર આ ટુર્નામેન્ટમાં સમગ્ર ગુજરાત રાજ્યનાં ખેલાડીઓ ભાગ લઇ શકે છે. આ ટુર્નામેન્ટ જુનાગઢ જીમખાના ખાતે તારીખ 21/08/2018 થી 25/08/2018 દરમ્યાન યોજાશે. આ વિશે વધુ માહીતી માટે સંપર્ક
મેહુલ ગલ – 98242 03052
ચેતન સોલંકી – 98252 20359.
ખેલ પ્રેમીઓએ મોટી સંખ્યામાં આ આયોજનમાં જોડાવા અને રાષ્ટ્રીયકક્ષાના ખેલાડીઓની રમત જોવા પધારવા અનુરોધ છે.

Also Read : વણઝારી ચોકમાં યોજાતી પ્રાચીન ગરબીમાં ચોટીલાનો ડુંગર બન્યો આકર્ષણનું કેન્દ્ર