જુનાગઢ જીલ્લા જેલમાં કેદીઓને રાખડી બાંધી રક્ષાબંધન પર્વ ની નવતર ઉજવણી કરવામાં આવી

રક્ષાબંધન

રક્ષાબંધન : કેદીઓના જીવનમાં લાગણી અને માનવતાની મહેક પ્રસરે તેવા ઉમદા હેતુ થી તા. 24/08/2018 નાં રોજ વિશ્વ હિન્દુ પરીષદ – દુર્ગાવાહિની દ્વારા રક્ષાબંધન પર્વ નિમિતે જુનાગઢ જીલ્લા જેલમાં કેદીઓને રાખડી બાંધી રક્ષાબંધન પર્વ ની નવતર ઉજવણી કરવામાં આવી.આ કાર્યક્રમનાં વ્યવસ્થાપક દુર્ગાવાહિની જુનાગઢ જીલ્લા સંયોજિકા ડૉ. જાગૃતિ જાદવ તથા પુજાબેન કારીયા, સંતોષબેન મુન્દ્રા, કિરણ બેન સોલંકી વગેરે દુર્ગાવાહિની બેહનોએ હાજર રહી આ તક આપવા બદલ જેલ સુપ્રિટેન્ડેટ શ્રી આઈ. વી. ચૌધરી સાહેબ નો આભાર વ્યક્ત કર્યો હતો.

Also Read : પુજા બન્ના : બોલીવૂડની આ અભિનેત્રીએ તેનાંથી બમણી ઉંમરના અભીનેતાં સાથે મંદિરમાં કર્યા લગ્ન, જુઓ તસવીરો