બેટી બચાવો બેટી પઢાઓ : તા.2 ઓગસ્ટના જુનાગઢમાં ‘બેટી બચાવો, બેટી પઢાઓ’ વિષય પર સેમિનાર યોજાયો હતો. આ સેમિનારમાં સ્ત્રી ભ્રૂણહત્યા નિવારણ, સ્ત્રીઓના સામાજિક મૂલ્યોમાં વ્રુદ્ધિ, સ્ત્રીઓની શક્તિને નિખાર કેમ આપવો, સ્વનિર્ભરતા, કન્યા સમૃદ્ધિ યોજનાની જાણકારી જેવા વિષયો પર તજજ્ઞો દ્વારા માર્ગદર્શન અપાયુ હતું. સ્ત્રીજન્મદરનું સપ્રમાણ જળવાઈ રહે એ માટે બહેનો એ જાગ્રુત થવા વિશે ચર્ચા થઈ હતી. રાજ્ય સરકાર દ્વારા યોજાઈ રહેલ મહિલા સશક્તિકરણ પખવાડીયાની ઉજવણી અંતર્ગત જૂનાગઢ જિલ્લા આરોગ્ય વિભાગ, મહિલા અને બાળ કલ્યાણ તથા માહિતી અને પ્રસારણ વિભાગના સંયુક્ત ઉપક્રમે ગાંધીગ્રામ સ્થિત ઇન્ડિયન મેડીકલ એસોસિએશન સંચાલિત હોલ ખાતે આ સેમિનાર યોજાયો હતો.
Also Read : ચેલૈયાની જગ્યા : શેઠ સગાળશા અને ચંગાવતીએ કરેલી શ્રીહરિની મહેમાનગતિની ગાથા