આપનાં બાળકો માટે શાળા ઉપરાંત હવે જૂનાગઢ ની ખાનગી હોસ્પિટલમાં પણ નિ:શુલ્ક ઉપલબ્ધ છે

જૂનાગઢ

આપનાં બાળકો માટે શાળા ઉપરાંત હવે જૂનાગઢ ની ખાનગી હોસ્પિટલમાં પણ નિ:શુલ્ક ઉપલબ્ધ છે મિઝલ્સ રૂબેલા રસી. મેડીકલ ઓફિસર ઓફ હેલ્થ ડો. રવિ ડેડાણીયાના જણાવ્યા મુજબ જૂનાગઢ સ્થિત ડો. નિલેશ બારૈયા, ડો.હરેશ ડોબરીયા, ડો.કે.કે. બાખલખીયા અને ડો. જયચંદ્ર રતનપરા આ 4 ખાનગી બાળરોગ તબીબોને ત્યાંથી કોઇપણ વ્યકિત પોતાના 9 માસથી લઇને 15 વર્ષ સુધીના સંતાનને નિ:શુલ્કપણે મિઝલ્સ રૂબેલાની રસી અપાવી શકશે.

Also Read : A new Pizza Outlet in Town – La Pino’z!