જૂનાગઢ : આપણું આ જૂનાણું સંત, સુરા અને સાવજની ધરતી તો ખરીજ! પરંતુ સોરઠની આ ધીંગી ધરાને સાહિત્ય, સંગીત અને સંસ્કૃતિનો પર્યાય કહીએ તો પણ ખોટું નથી. ભક્તકવિ નરસૈંયા થી માંડીને અર્વાચીન સાહિત્યકારોની કર્મભૂમિ રહી ચુકેલી આ જૂનાગઢની ધરતી ઉપર, પ્રકૃતિના ખોળે’ને દાદા ગઢ ગિરનારની છત્રછાયામાં ઉજવાશે સાહિત્ય, સંગીત અને વિવિધ કલાઓનો અનોખો સંયોગ. સાહિત્યની સેવા અર્થે યોજાતો આ ‘સાહિત્યોત્સવ’ જૂનાગઢની ધરા ઉપર ઇતિહાસ રચશે તેવું કહેવામાં જરાં પણ અતિશયોક્તિ નથી!
જો સાહિત્યોત્સવની વ્યાખ્યા કરીએ તો, સાહિત્યોત્સવ એટલે ભાષા અને સંસ્કૃતિનો અનોખો ઉત્સવ. આજના બદલાતા સમય સાથે શિક્ષણની પરિભાષા પણ બદલાઈ રહી છે, જેથી કંટાળાજનક અભ્યાસક્રમ પણ જ્યારે મનગમતી વાતો કે પ્રવૃત્તિઓ સાથે જોડીને ભણાવવામાં આવે છે, ત્યારે આવોજ એક સાહિત્યનો અભ્યાસક્રમ સાહિત્ય પ્રેમીઓને જણાવવા, સમજાવવા, શીખવવા અને માણવા માટે આ ‘સાહિત્યોત્સવ’ દ્વારા એક નમ્ર પ્રયાસ થશે. આજની યુવાપેઢી આ સાહિત્યોત્સવને સાહિત્ય અને વિવિધ કલા વિશેની શીખ આપતો ‘વર્કશોપ’ પણ કહી શકે છે!
જૂનાગઢના પ્રાકૃતિક વાતાવરણની વચ્ચે ઉજવાઈ રહેલા સાહિત્યોત્સવમાં શબ્દ, સુર, સંસ્કૃતિ, સંસ્કાર અને સાહિત્ય સાથે જોડાયેલા અનેક દિગ્ગજો પધારશે, કે જેને સાંભળવા અને માણવા એ જીવનનો મહામુલો લ્હાવો છે. આ લ્હાવો આપણાં જૂનાગઢના પ્રાકૃતિક ખોળે અને એ પણ નિઃશુલ્ક મળે તો તો સોનામાં સુગંધ ભળી કહેવાય! ત્રણ દિવસ માટે યોજાનારા આ કાર્યક્રમની સૂચિ કઇંક આ મુજબ છે…
પ્રથમ દિવસ (તા.10મી ઓગસ્ટ, 2019- શનિવાર)
દ્વિતીય દિવસ (તા.11મી ઓગસ્ટ, 2019- રવિવાર)
તૃતીય દિવસ (તા.12મી ઓગસ્ટ 2019- સોમવાર)
સાહિત્યોત્સવનો ભાગ બનવા માટે…
- સાહિત્યોત્સવનું રજિસ્ટ્રેશન સંપૂર્ણપણે નિઃશુલ્ક છે. નીચે આપેલી લિંક અથવા કાર્યક્રમ સ્થળે આપ રજિસ્ટ્રેશન કરાવી શકો છો. https://forms.gle/gDphS8AykMf8jmgy6
- સાહિત્યોત્સવને બહારગામથી માણવા આવતા સાહિત્ય રસિકો માટે રહેવા-જમવાની પણ ઉત્તમ સગવડ કરવામાં આવી છે. જેમાં ત્રણ દિવસ દરમિયાન રૂ.1500/- લઘુત્તમ ખર્ચે પ્રેરણાધામ આશ્રમમાં રોકાણ અને ભોજનની વ્યવસ્થાની ગોઠવણ કરી છે. (એક રૂમમાં 5 વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવશે.) જો કોઈ વ્યક્તિ એક દિવસીય રોકાણ કે ભોજન માટે ઇચ્છુક હોય તો રૂ.500/- ના લઘુત્તમ ખર્ચ ચૂકવવાનો રહેશે.
- ત્રણ દિવસ રહેવાની સાથોસાથ તા.10 અને 11મી ઓગસ્ટના રોજ સવારનો નાસ્તો, ચા કે કોફી, બપોર અને સાંજનું ભોજન, જ્યારે તા.12મી ઓગસ્ટના રોજ સવારનો નાસ્તો, ચા કે કોફી, બપોરનું ભોજન સમાવિષ્ટ છે. 12મી ઓગસ્ટે બપોરે 3 વાગ્યે મુલાકાતીએ રહેઠાણ સ્થળ ખાલી કરવું પડશે. કોઈપણ કારણોસર બુકિંગ કેન્સલ થશે તો ભરેલી રકમ પરત કરવામાં નહીં આવે.
- તમે 9687417330 નંબર પર Paytm કરીને બુકીંગ કરાવી શકો છો. પૂછપરછ માટે પણ ઉપર જણાવેલ નંબર પર સવારે 10 થી સાંજે 7 વાગ્યા સુધીમાં વોટ્સએપ પર સંપર્ક કરી શકો છો.
જૂનાગઢવાસીઓને નિઃશુલ્ક મળતો આ અમૂલ્ય મોકો ખરેખર ચૂકવો ન જોઈએ, તો હવે રાહ કોની જુઓ છો? ફટાફટ કરો રજીસ્ટ્રેશન અને થઈ જાવ તૈયાર ભાષા અને સંસ્કૃતિનો અનેરો ઉત્સવ એટલે કે “સાહિત્યોત્સવ”ને માણવા માટે.
Also Read : જૂનાગઢ મુલાકાતને લઈને જૂનાગઢમાં ટ્રાફીક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે રોડ ડાયવર્ટ કરવામાં આવ્યા છે.