Parul University : ઈજિપ્ત ખાતે આયોજિત વૈશ્વિક લોકકલા મહોત્સવમાં પારુલ યુનિવર્સિટીના યુવા કલાકારોએ ગરબાના તાલે ભારતની ભાતીગળ સંસ્કૃતિનો પરિચય આપ્યો!
- તાજેતરમાં ઈજિપ્તની રાજધાની કાઈરો ખાતે 23માં ઈસ્માઈલીયા ઈન્ટરનેશનલ ફોકલોર ફેસ્ટીવલનું આયોજન કરવામાં આવ્યું હતું.
- આ મહોત્સવમાં G20ની યજમાની સાથે ભારતના વધતા વૈશ્વિક પ્રભાવ વચ્ચે પારુલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
- જેમાં ઈજિપ્તના સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા ભારતની વૈવિધ્યપૂર્ણ સંસ્કૃતિને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરવા માટે પસંદીદા કલાકારોને આમંત્રિત કરવામાં આવ્યા હતા.
- પસંદગી પામેલા પારુલ યુનિવર્સિટીના આ યુવા કલાકારોએ રજૂ કરેલ ગુજરાતી લોકનૃત્ય ગરબાની શાનદાર અને જાનદાર પ્રસ્તુતિએ સમગ્ર વિશ્વમાંથી પધારેલા પ્રેક્ષકોને મોહિત કર્યા હતા.
- આપણા ભવ્ય અને ભાતીગળ સાંસ્કૃતિક વારસાને વિશ્વ સ્તરે પ્રસ્તુત કરી તેમણે પારુલ યુનિવર્સિટી સાથે ગુજરાત તેમજ ભારતનું પણ ગૌરવ વધાર્યું હતું!