બાળકો વેકેશનની ખરી મજા માણી શકે તે માટે જૂનાગઢમાં યોજાશે આ નિ:શુલ્ક કાર્યક્રમ

વર્તમાન સમયમાં વિદ્યાર્થીઓએ પરિક્ષાના માહોલમાં વ્યસ્ત થઈ ગયા છે, સાથે તેમના વાલીઓ પણ પરિક્ષાલક્ષી તૈયારીમાં કોઈ કચાસ ન રહી જાય તેનું ખાસ ધ્યાન આપી રહ્યા છે. આ પરીક્ષાઓ પૂર્ણ થતાં વેકેશનની મજા માણવા ઘણા બાળકો અત્યારથી જ અધીરા બન્યા હશે! ઘણાએ મામાના ઘેર વેકેશન માણવાનું નક્કી કર્યું હશે, તો ઘણાં ફેમિલી સાથે દૂર ફરવા પણ જવાના હશે! ઘણાં ઘરમાં બેઠા મોબાઈલ અને ટીવીમાં વેકેશન માણશે, તો વળી ઘણાં પોતાના શોખને બહાર લાવવા વિવિધ હોબી ક્લાસમાં ટ્રેનીંગ મેળવવાનું પસંદ કરશે. આજકાલ જોવા જઈએ તો બાળકો જૂની રમતોથી દૂર થઈ ગયા છે, પોતાનો વધુ પડતો સમય મોબાઇલમાં જ વેડફી નાંખતા હોય છે!pandit deendayal upadhyay mountaineering

pandit deendayal upadhyay mountaineering

પહેલાની રમતો એવી હતી કે જે બાળકોને શારીરિક અને માનસિક, એમ બંને પ્રકારના વિકાસમાં મદદરૂપ થતી. પરંતુ આજના સમયમાં સ્માર્ટ ફોનનું ચલણ વધતાં બાળકો એમાજ રચ્યા પચ્યા રહે છે! આ વેકેશન ગાળામાં બાળકો તેનો સદ્દઉપયોગ કરે અને કઇંક નવું કરવાની રુચિ કેળવે તે માટે યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ, ગાંધીનગર દ્વારા આપણાં જૂનાગઢમાં ચાલી રહેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ કેન્દ્ર સંચાલિત એડવેન્ચર કોર્ષનું આયોજન થયું છે.

આપણાં જૂનાગઢ શહેરને પ્રકૃતિનો અમૂલ્ય વારસો મળ્યો છે, જેમાં જંગલો, પર્વતો, વૃક્ષો, નદીનાળા વગેરે સામેલ છે. જેની વચ્ચે રહીને બાળકોને 7 દિવસ સુધી માઉન્ટેન વોક, પી.ટી., રોક ક્લાઈમીંગ-રેમ્પલીંગ, રીવરર્કોસીંગ,ટ્રેકીંગ, રોપ નોટ, ઑબ્સ્ટેકલ, રોક ફોરમેશન, ક્લાઈમ્બીંગ ટેકનીક્સ, રેપલીંગ એન્ડ બીલે, માઉન્ટેન હીસ્ટ્રી, તથા માઉન્ટેન ઈક્યુપમેન્ટ જેવા વિવિધ ટાસ્કિંગની તાલીમ આપવામાં આવશે. આ ઉપરાંત પર્વતારોહણ કરતી વખતે શું કરવું-શું ન કરવું તેમજપર્યાવરણ અંગેની જાગૃતતા બાળકોમાં આવે તે અંગેના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે.

પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર જુનાગઢ દ્વારા તારીખ: 14-05-2019 થી 20-05-2019 સુધી સાત દિવસીય નિ:શુલ્ક એડવેન્ચર કોર્સ યોજાશે. જેમાં 8 થી 13 વર્ષના બાળકો જ ભાગ લઈ શકશે. આ કોર્ષમાં ભાગ લેવા માટેનું નિયત ફોર્મ નીચેની લિન્ક પરથી ડાઉનલોડ કરી શકાશે. નિયત અરજી ફોર્મ અને જરૂરી પુરાવા સાથે તારીખ: 28 એપ્રિલ સુધીમાં નીચેના સરનામે રૂબરૂ અથવા પોસ્ટ દ્વારા મોકલી આપવાનું રહેશે.

સરનામું: પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર,રાધાનગર સોસાયટી, ગિરનાર દરવાજા,જૂનાગઢ.

વધુ વિગતો માટે સંપર્ક: 0285-2627228

અરજી ફોર્મ ડાઉનલોડ કરવા માટે: https://commi-synca.gujarat.gov.in/writereaddata/Portal/Images/pdf/application-form-ma-junagadh.pdf

#TeamAapduJunagadh