મહાસાગર ટ્રાવેલ્સ : કોરોના વાઇરસના કારણે સમગ્ર વિશ્વ કોઈને કોઈ રીતે અસરગ્રસ્ત થયું જ છે, પરંતુ આ સમયગાળામાં ક્યાંકને ક્યાંક માનવતા આગળ આવતી જણાઈ રહી છે. તેમાં પણ આપણા સોરઠ પ્રાંતની વાત જ અલગ છે. આવી જ માનવતાનો વધુ એક દાખલો હાલમાં જ આપણા જૂનાગઢની મહાસાગર ટુર્સ અનેડ ટ્રાવેલ્સ કંપની દ્વારા આપવામાં આવ્યો.
વાત જાણે એમ છે કે, કોરોના વાઇરસના કારણે સમગ્ર દેશમાં રાતોરાત લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. આ લોકડાઉનમાં જે લોકો જે સ્થળ પર હોય ત્યાં જ રહેવાની ફરજ પડી હતી. આવા જ અમુક લોકો ગુજરાતથી મથુરામાં યાત્રા માટે ગયેલા અને ત્યાં જ ફસાઈ ગયા હતા. જો કે દેશમાં ટુક સમય પહેલા જ અમુક સ્પેશિયલ ટ્રેઈન દોડાવીને દરેક લોકોને ઘરે પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી, પરંતુ ત્યાર સુધીમાં લાંબો સમય વીતી ચુક્યો હતો.
જૂનાગઢ અને ગુજરાતના યાત્રિકો મથુરામાં ફસાયેલા છે, તે વાતની જાણ થતાં જ યાત્રિકોને ઘણા સમયથી સેવા પૂરી પાડનાર મહાસાગર ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ કંપની દ્વારા વિનામૂલ્યે 2 બસ મોકલીને મથુરામાં ફસાયેલા 32 જેટલા યાત્રિકોને ગુજરાત લાવવા માટેની વ્યવસ્થા કરવામાં આવી. તેમજ આ યાત્રિકોને રસ્તામાં કોઈ તકલીફ ન પડે તે માટેની તમામ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.
કોરોના વાયરસની આ વિકટ પરિસ્થિતિમાં પણ પોતાના યાત્રિકોની સેવાનું ધ્યાન રાખીને મહાસાગર ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ દ્વારા ખરેખર સરાહનીય કાર્ય કરવામાં આવ્યું. મહાસાગર ટ્રાવેલ્સની આ ઉત્કૃષ્ટ સેવા બદલ તેઓ ખરેખર ધન્યવાદને પાત્ર છે.
https://www.facebook.com/1054392487912146/posts/4208818409136189/
Also Read :