Heritage Trains : 100 વર્ષ પહેલાં શરૂ થયો હતો આ વિસાવદર-તાલાલા રૂટ, આ રૂટ ને હેરીટેજનો દરજજો આપવામાં આવશે એવી જાહેરાત રેલ્વે બોર્ડના ચેરમેને કરી .એમણે જણાવ્યું કે હેરીટેજ ટુરિઝમ તરીકે પ્રમોટ કરવાનાં ભાગરૂપે આ યોજના અમલમાં આવનાર છે.રેલ્વેના સુત્રોના જણાવ્યા મુજબ આ રૂટ પર હાલ લોકલ ટ્રેનો દોડે છે. તેને બદલે ટુરિસ્ટોને આકર્ષવા ખાસ હેરીટેજ સ્પેશ્યલ ટ્રેનો શરૂ થઈ શકે છે. જેમાં ખાસ પ્રકારના કોચ હોઈ શકે છે. આ કોચમાં બારીના કાચ વધુ પહોળા હોય છે. જેથી કરીને મુસાફરો બારી બહારનો નજારો માણી શકે. વળી તેમાં સુવિધાઓ પણ જનરલ ટ્રેનોના કોચ કરતાં જુદા પ્રકારની હોઇ શકે. આ ટ્રેનનુ ભાડુ પણ લોકલ કરતા વધુ હોઈ શકે છે. ટૂંકમાં પ્રવાસીઓને ખરા અર્થમાં ફરવાનો આનંદ આ રૂટ પર મળી શકશે. આ ઉપરાંત સ્ટેશનો પર પણ મુસાફરો ને હેરીટેજ લુકનો અનુભવ થાય એવી સુવિધાઓ પણ અપાઇ શકે છે.
Also Read : 10 ગીર ગાયોની ગૌશાળામાં કાર્યરત રહેતા જૂનાગઢ નાં પરિવાર વિષે જાણીએ…