Junagadh News : રિક્ષાચાલકની પ્રામાણિકતા; રૂ.5.50 લાખ રોકડા ભરેલી બેગ મૂળ માલિકને પરત કરી!
- જૂનાગઢમાં રિક્ષાચાલકની પ્રામાણિકતાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે.
- જે અન્વયે જૂનાગઢના ધર્મેશ લખમણભાઇ રાવત નામના રિક્ષાચાલકને રેલવે સ્ટેશન ટ્રાફિક ચોક વિસ્તારમાંથી એક બેગ મળી હતી, જે બેગમાં રૂ.5.50 લાખ રોકડા હતા.
- જે બેગ રિક્ષાચાલકે રેલવે પોલીસને આપી હતી અને રેલવે પોલીસે બેગ ખોલીને જોતા તેમાં 5,50,000 લાખની રોકડ રકમ જોવા મળી હતી.
- બાદમાં રેલવે પીએસઆઇએ જાણ કરતા તેમણે એએસઆઇ, હેડ કોન્સ્ટેબલ, પોલીસ કોન્સ્ટેબલ વગેરે સ્ટાફને મોકલી તપાસ કરાવી હતી.
- દરમિયાન ભવનાથ યાત્રા સમિતીના ચેરમેન, ભવનાથના કોર્પોરેટરની મદદથી બેગના મૂળ માલિકને શોધી કાઢવામાં સફળતા મળી હતી.
- આ બેગના મૂળમાલિક સુરતના જીવરાજ ડાખરા છે; જેઓ સુરતથી બાન્દ્રા-વેરાવળ ટ્રેનમાં જૂનાગઢ આવ્યા હતા અને બાદમાં રિક્ષામાં બેઠા હતા ત્યારે બેગ રિક્ષામાંથી પડી ગઇ હતી.
- તેઓના જણાવ્યા પ્રમાણે બેગમાં રહેલા રૂ.5,50,000 ભવનાથમાં આવેલ ખાખચોક આશ્રમના છે.
- બાદમાં આશ્રમના મહંતને રૂપિયા સાથેની બેગ સોંપવામાં આવી હતી.
- જ્યારે રિક્ષા ચાલકને તેની પ્રામાણીકતા બદલ ખાખચોકના મહંતે રૂ.5,100 રોકડા આપી સન્માનિત કર્યા હતા.