Junagadh News : ખમીરવંતા યુવાનો સંરક્ષણ ક્ષેત્રે ઉજ્જવળ કારકિર્દી બનાવી શકે તે માટે ખાસ તાલીમ વર્ગ યોજાશે; 7 ઓગસ્ટ સુધીમાં અરજી કરવાની રહેશે.
- જૂનાગઢ જિલ્લાના ખમીરવંતા યુવાનો સંરક્ષણ ક્ષેત્રે ઉજ્જવળ કારકિર્દીનું ઘડતર કરી શકે તેવા હેતુથી ફક્ત અપરણિત પુરૂષ ઉમેદવારો માટે 30 દિવસના નિવાસી તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવનાર છે.
- આ તાલીમ વર્ગમાં જોડાવા ઇચ્છુકોએ 50% ગુણ સાથે એસ.એસ.સી.૫રીક્ષા ઉત્તીર્ણ કરેલ હોવી જોઈએ.
- તેમજ 17.5 વર્ષ થી 23 વર્ષની વયમર્યાદા ધરાવતા અને ઊંચાઈ 168 સેમી તેમજ છાતી 77 સેમી તથા 5 સેમીના ફુલાવા સાથેનું શારીરિક માપદંડ પૂર્ણ કરતા હોય તેવા યુવાનોએ જ અરજી કરવાં રહેશે.
- અરજી કરવા માટે નીચેની લિન્ક પરથી ગૂગલ ફોર્મ ભરીને ઓનલાઈન સબમિટ કરવાનું રહેશે.
- જે યુવાનો થલસેના દ્વારા અગ્નિવીર સૉલ્જર કક્ષાઓમાં જોડાવા માટે યોજાયેલ લેખિત કસોટી ઉત્તીર્ણ કરેલ હોય અથવા એન.સી.સી.નું પ્રમાણપત્ર ધરાવતા હોય તેમને પસંદગીમાં અગ્રતા આપવામાં આવશે.
- તાલીમમાં જોડાયેલ યુવાનોને તાલીમ વર્ગ ખાતે નિર્ધારીત સ્થળ પર ફરજિયાત નિવાસ કરવાનો રહેશે, તેમજ રહેવા-જમવાની સુવિધા તથા શારીરિક અને માનસિક કસોટીની તૈયારી નિ:શુલ્ક કરાવવામાં આવનાર છે.
- તાલીમાર્થીઓને નિયત ધોરણોને આધિન સ્ટાઈપેન્ડ મળવાપાત્ર છે.
અરજી કરવાની છેલ્લી તારીખ: 07 ઓગસ્ટ, 2023
અરજીપત્રક ગુગલ ફોર્મ લિંક: https://surl.li/jmspt
વધુ માહિતી માટે સંપર્ક: 63573 90390