Junagadh News: જૂનાગઢમાં 600 જેટલા રેશનકાર્ડ ધારકોએ NFSA (રાષ્ટ્રીય ખાદ્યસુરક્ષા અધિનિયમ) ની પાત્રતા મેળવવા અરજી કરી; ટૂંક સમયમાં તમામને અનાજનો જથ્થો મળતો થશે!

Junagadh News: જૂનાગઢમાં 600 જેટલા રેશનકાર્ડ ધારકોએ NFSA (રાષ્ટ્રીય ખાદ્યસુરક્ષા અધિનિયમ) ની પાત્રતા મેળવવા અરજી કરી; ટૂંક સમયમાં તમામને અનાજનો જથ્થો મળતો થશે!
  • સરકાર દ્વારા રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષમાં એક કરતાં વધુ રેશનકાર્ડ ધરાવતા હોવાના કેટલાક કિસ્સા સામે આવ્યા હતા, જેને લઈને રાજ્યમાં કુલ 1.16 લાખ રેશનકાર્ડને રદ્દ કરવામાં આવ્યા હતા.
  • જૂનાગઢના ઝોન-1 માં અંત્યોદયા અન્ન યોજના હેઠળ 610, બીપીએલ હેઠળ 2759, એપીએલ-1 અનાજનો જથ્થો મળવાપાત્ર 16,818, એપીએલ-1 અનાજનો જથ્થો ન મળવા પાત્ર 22,807, એપીએલ-2 હેઠળ 2927 મળી કુલ 45,921 રેશનકાર્ડ ધારકો નોંધાયેલ છે.
  • જ્યારે જૂનાગઢ ઝોન-2 માં અંત્યોદયા અન્ન યોજના હેઠળ 600, બીપીએલ હેઠળ 2837, એપીએલ-1 અનાજનો જથ્થો મળવાપાત્ર 15383, એપીએલ-1 અનાજનો જથ્થો ન મળવા પાત્ર 22,472, એપીએલ-2 હેઠળ 4067 મળી કુલ 45,359 રેશનકાર્ડ ધારકો નોંધાયેલ છે, આમ જૂનાગઢના બંને ઝોનના કુલ મળીને 91,280 રેશનકાર્ડ ધારકો છે.
  • થોડા દિવસ પહેલા જૂનાગઢમાં આશરે 600 આસપાસ કાર્ડ ધારકોને અનાજના જથ્થાની જરૂરિયાત ન હોવા છતાં પણ અનાજનો જથ્થો મેળવતા હોવાનું સામે આવતા યોજના બંધ કરવામાં આવી હતી.
  • આવા રેશનકાર્ડ ધારકને કારણે જરૂરિયાતવાળા લોકોને પણ અનાજના જથ્થાનો લાભ મળતો ન હતો!
  • ત્યારે જૂનાગઢ તંત્ર દ્વારા આવા કાર્ડ ધારકોને રદ્દ કરતાં હવે આગામી દિવસોમાં અનાજનો જથ્થો મેળવવા માટે આશરે 600થી વધુ અરજીઓ મળી છે.
  • જેથી જરૂરિયાત ધરાવતા લોકોને અનાજનો જથ્થો મળી રહે તે માટે હાલ પ્રક્રિયા ચાલી રહી છે.
  • આગામી સમયમાં આ કાર્ડધારકોને NFSA (રાષ્ટ્રીય ખાદ્યસુરક્ષા અધિનિયમ) યોજનામાં સમાવેશ કરીને અનાજનો જથ્થો આપવામાં આવશે.