જૂનાગઢ જિલ્લામાં સિઝનનો સરેરાશ 150% વરસાદ નોંધાયો; સિઝન પૂર્ણ થવા સુધીમાં 200% થી પણ વધુ વરસાદ નોંધવાની શક્યતા!
- સામાન્યરીતે 15 જૂનથી ચોમાસાનો વિધિવત પ્રારંભ થતો હોય છે, પરંતુ આ પહેલા બિપરજોય વાવાઝોડાના પગલે જૂનાગઢ જિલ્લામાં 19% વરસાદ નોંધાઈ ચૂક્યો હતો.
- ત્યારબાદ 15 જૂનથી 15 જૂલાઈ સુધીના સમયમાં જૂનાગઢ જિલ્લામાં 75% વરસાદ સાથે કુલ 94.69% વરસાદ થયો હતો.
- 15 જૂલાઈ બાદ પણ અવિરત જળ વૃષ્ટિ શરૂ રહેતા જૂનાગઢ જિલ્લામાં વરસતા સરેરાશ વરસાદનું પ્રમાણ હાલ 150% એ પહોચ્યું છે.
- તાલુકા પ્રમાણે જોતા વિસાવદરમાં સૌથી વધુ 82 ઈંચ જ્યારે માણાવદરમાં સૌથી ઓછો 42 ઈંચ તેમજ જૂનાગઢમાં 60 ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે.
- આ સિવાય મેંદરડામાં 70 ઈંચ, કેશોદમાં 62 ઈંચ, માંગરોળમાં 58 ઈંચ, માળીયામાં 54 ઈંચ, વંથલીમાં 50 ઈંચ, ભેંસાણમાં 46 ઈંચ વરસાદ નોંધાયો છે.