Junagadh News: ચંદ્રયાન-3 ની સફળતા બદલ જૂનાગઢની 1100 વિદ્યાર્થિનીઓએ ઇસરોને ટપાલ લખી શુભકામનાઓ પાઠવી

Junagadh News

Junagadh News: ચંદ્રયાન-3 ની સફળતા બદલ જૂનાગઢની 1100 વિદ્યાર્થિનીઓએ ઇસરોને ટપાલ લખી શુભકામનાઓ પાઠવી

જૂનાગઢની એમ.એમ.ઘોડાસરા મહિલા કોલેજની 1100 થી વધુ વિદ્યાર્થિનીઓએ ગત શુક્રવારે અમદાવાદ ખાતે આવેલા ઇસરોના કેન્દ્રને પોસ્ટકાર્ડ લખીને ચંદ્રયાન-3 ની સફળતા બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ પોસ્ટકાર્ડમાં વિદ્યાર્થિનીઓએ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા બદલ ધન્યતા વ્યક્ત કરી હતી તથા સમગ્ર દેશવાસીઓવતી વિજ્ઞાનીઓને વ્હાલભર્યા પ્રણામ પાઠવ્યા હતા, સૌએ પોસ્ટકાર્ડ દ્વારા શુભેચ્છા પાઠવ્યાનો આનંદ વ્યક્ત કર્યો હતો.