Junagadh News : ટ્રાફિક સમસ્યાનો અંત લાવવા જૂનાગઢ પોલીસ દ્વારા ગાંધીચોક અને કાળવા ચોક ખાતેના ગેરકાયદે દબાણ હટાવવામાં આવ્યા!
- જૂનાગઢના ગાંધીચોક અને કાળવા ચોક વિસ્તારમાં પોલીસ દ્વારા સધન તપાસ હાથ ધરવામાં આવી, જે દરમ્યાન કેટલાક ગેરકાયદેસર બાંધકામ, નડતરરૂપ લારી-ગલ્લા તેમજ કેબિન ધારકો નજરે પડ્યા!
- રસ્તાની બંને બાજુએ આવેલાં ગેરકાયદેસર લારી-ગલ્લા તેમજ કેબિન ધારકોને કારણે ટ્રાફિકની સમસ્યા ઉભી થતી હતી.
- આ સમસ્યાને દૂર કરવા માટે આ દબાણો દુર કરવામાં આવ્યા હતા.
- રસ્તા પર લાગેલાં લારી-કેબિન, પાણીનાં પરબ ઉપર આવેલા છાપરાઓ જેસીબીની મદદથી પાડી નાખવામાં આવ્યા હતા.
- આ ઉપરાંત શહેરનાં અનેક વિસ્તારોમાં આવેલા દબાણો દૂર કરવાં બાબતે જીલ્લા પોલીસ અધિક્ષક તેમજ મનપા કમિશનર દ્વારા આદેશ આપવામાં આવ્યા છે.