Junagadh News : જૂનાગઢ જિલ્લામાં ગ્રામ્ય અને વોર્ડ કક્ષાએ સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં 39,562 સ્પર્ધકો સહભાગી થયા; 23મી ડિસેમ્બરે તાલુકા અને ઝોન કક્ષાની અને 26 ડિસેમ્બરે જિલ્લા કક્ષાની સ્પર્ધા ઉપરકોટ ખાતે યોજાશે.

Junagadh News : જૂનાગઢ જિલ્લામાં ગ્રામ્ય અને વોર્ડ કક્ષાએ સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં 39,562 સ્પર્ધકો સહભાગી થયા; 23મી ડિસેમ્બરે તાલુકા અને ઝોન કક્ષાની અને 26 ડિસેમ્બરે જિલ્લા કક્ષાની સ્પર્ધા ઉપરકોટ ખાતે યોજાશે.
  • આરોગ્ય માટે ફાયદારૂપ એવા સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું રાજ્યવ્યાપી તબક્કાવાર આયોજન થઈ રહ્યું છે.
  • ત્યારે પ્રથમ તબક્કામાં જૂનાગઢ જિલ્લામાં ગ્રામ્ય અને વોર્ડ કક્ષાએ સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાઈ હતી, જેમાં 39,562 સ્પર્ધકો આ સ્પર્ધામાં ઉત્સાહભેર સહભાગી થયા હતા.
  • આ સ્પર્ધામાં ગ્રામ્ય કક્ષાએ વિજેતા થયેલા સ્પર્ધકો હવે તાલુકા કક્ષાએ અને મહાનગરપાલિકા નગરપાલિકા કક્ષાએ વોર્ડ કક્ષાએ વિજેતા થયેલ સ્પર્ધકો ઝોન કક્ષામાં ભાગ લેશે.
  • જે અંતર્ગત આગામી 23 ડિસેમ્બરે તાલુકા કક્ષાની સ્પર્ધાઓ જિલ્લાના નવ તાલુકાઓમાં જુદાજુદા સ્થળોએ, જૂનાગઢ મહાનગરપાલિકાની ઝોન કક્ષાની 8 સ્થળોએ અને નગરપાલિકા કક્ષાની જિલ્લાની 7 નગરપાલિકાઓમાં યોજાશે.
  • જૂનાગઢ જિલ્લામાં તાલુકા કક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં 1500 થી વધુ, નગરપાલિકાક્ષાએ 250 થી વધુ અને કોર્પોરેશનમાં 150 થી વધુ સ્પર્ધકો ભાગ લેશે.
  • જે બાદ જૂનાગઢ જિલ્લા કક્ષા સુર્ય નમસ્કાર સ્પર્ધા આગામી તા.26 ડિસેમ્બરના રોજ ઉપરકોટ ખાતે યોજાશે. જેમાં જૂનાગઢ જિલ્લાના 9 તાલુકાના વિજેતા સ્પર્ધકો ભાગ લેશે.
  • આ જિલ્લાકક્ષાની તથા 7 નગરપાલિકા કક્ષાની સ્પર્ધામાં પ્રથમ આવનારને રૂ.21000/-, દ્વિતીય આવનારને રૂ.15000/- અને તૃતીય આવનારને રૂ.11000/- ની ઈનામરાશી આપવામાં આવશે.