Junagadh News : જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયને ગત શનિ અને રવિ એમ બે દિવસ દરમ્યાન 12,681 પ્રવાસીઓ દ્વારા રૂ.3.74 લાખની આવક થઈ.
– ઉનાળું વેકેશનનાં છેલ્લા દિવસો હોવાથી ઐતિહાસીક અને ફરવાલાયક સ્થળોએ લોકોની ખૂબ ભીડ જોવા મળે છે.
– ત્યારે, જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં મે માસનાં અંતિમ દિવસો દરમ્યાન પ્રવાસીઓ ઉમટી પડયા છે.
– ગત શનિ અને રવિ એમ બે દિવસ દરમ્યાન સક્કરબાગ ખાતે 12,681 પ્રવાસીઓ દ્વારા રૂ.3.74 લાખની આવક થઈ હતી.
– જેમાં ગત શનિવારનાં રોજ 5672 પ્રવાસીઓ દ્વારા રૂ.1.68 લાખની આવક નોંધાઈ હતી.
– જ્યારે, ગત રવિવારનાં રોજ 7009 પ્રવાસીઓ દ્વારા રૂ.2.06 લાખની આવક થઈ હતી.
– સક્કરબાગનાં પાર્કિંગમાં ટુ વ્હીલર અને ફોર વ્હીલરનાં કારણે ભારે ટ્રાફિક સર્જાયો હતો.
– આમ, વેકેશનમાં આવતા પ્રવાસીઓ દ્વારા સક્કરબાગ વિભાગને ખૂબ સારી આવક થઈ છે, આગામી સમયમાં પણ આવક વધે તેવી શક્યતાઓ રહેલી છે.