Junagadh News : યુવાનોને ગીર વન્યજીવ અભયારણ્ય તથા ગીર પરિચય ખંડ દેવળીયામાં ગાઈડ બનવાની તક; રસ ધરાવતા ઉમેદવારોએ આગામી 04 નવેમ્બર સુધીમાં અરજી કરવી.

Junagadh News : યુવાનોને ગીર વન્યજીવ અભયારણ્ય તથા ગીર પરિચય ખંડ દેવળીયામાં ગાઈડ બનવાની તક; રસ ધરાવતા ઉમેદવારોએ આગામી 04 નવેમ્બર સુધીમાં અરજી કરવી.
  • ગીર વન્યજીવ અભયારણ્ય તથા ગીર પરિચય ખંડ એવા દેવળીયાની મુલાકાતે પધારતા પ્રવાસીઓ સાથે નેચરલિસ્ટ-માર્ગદર્શક એટલે કે ગાઈડ તરીકે કામ કરવા રસ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામાં આવી છે.
  • ઉમેદવારોએ અરજી કરવા માટે વિગતવાર માહિતી અને અરજી ફોર્મ નીચેની વેબસાઈટ પરના સમાચાર અને ડાઉનલોડ વિભાગમાંથી ફોર્મ ડાઉનલોડ કરી શકશે.
  • રસ ધરાવતા ઉમેદવારો આગામી તા.4 નવેમ્બર, 2023 સુધીમાં જરૂરી દસ્તાવેજો સાથેની અરજી નીચેના સરનામે મોકલી આપવાની રહેશે.
  • અત્રે સ્પષ્ટતા કરવામાં આવી છે કે; આ ભરતી પ્રક્રિયા નથી ફક્ત નેચરલિસ્ટ-માર્ગદર્શક (ગાઈડ) તરીકેની પસંદગી પ્રક્રિયા છે.
  • જેથી માર્ગદર્શક કે ગાઈડ તરીકેની કામગીરી માટે કોઈ પગાર કે વેતન ગુજરાત સરકાર કે વન વિભાગ દ્વારા ચૂકવવામાં આવશે નહીં.
  • અરજી મોકલવાનું સરનામું: પરિક્ષેત્ર વન અધિકારીની કચેરી, સ્વાગતિ રેન્જ, સાસણ ગીર, પીન નંબર-362135
  • ફોર્મ ડાઉનલોડ કરવા માટેની લિન્ક: https://girlion.gujarat.gov.in
  • વધુ વિગતો માટે સંપર્ક: 02877-285621